તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કુકરમુંડામાં તાપી નદીના હથોડા પુલ પર કારચાલકે અડફેટે લેતાં બાઇકચાલકનું મોત

સોનગઢ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોપરેલી રહેતા યુવકને અકસ્માત, કારચાલક યુવકને પીએચસીમાં લઇ ગયા બાદ કાર મૂકી ભાગી ગયો

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કોપરલી રહેતા પ્રમોદભાઈ રામચંદ્ર કાકડ (45) અક્કલકુવા ખાતે પંત પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા અને દરરોજ પોતાની બાઈક પર ગામથી અક્કલકુવા ે અપડાઉન કરતા હતા. ગત શુક્રવારે પ્રમોદ ભાઈ પોતાના રોજિંદા ક્રમ પ્રમાણે સવારે પોતાની બાઈક નંબર MH-39-AG-4982 લઈ અક્કલકુવા તરફ જવા નીકળ્યા હતા. એઓ હથોડા ગામની સીમમાં આવેલી તાપી નદીના પુલ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી આવતી બોલેરો નંબર MH-39-D-0215 ના ચાલકે કાર પૂરઝડપે હંકારી પ્રમોદભાઈની બાઇકને ટક્કર મારતા એઓ રોડ પર ફેંકાઈ ગયા હતા અને ગંભીર ઇજા પામ્યા હતા.

બનાવ બાદ આરોપી બોલેરો ચાલક ગંભીર ઇજાગ્રસ્ત પ્રમોદભાઈને પોતાની કારમાં તળોદા આરોગ્ય કેન્દ્ર લઈ ગયો હતો અને એમને ત્યાં દાખલ કરી બોલેરો ચાલક કાર મૂકી નાસી ગયો હતો. આ અકસ્માતના બનાવ અંગે પ્રમોદભાઈના પરિવારજનોને જાણ થતાં તેઓ તળોદા દોડી આવ્યા હતા અને એમને વધુ સારવાર માટે નંદુરબાર લઇ ગયા હતા. જો કે પ્રમોદભાઈની સ્થિતિ ગંભીર હોય ત્યાંથી પણ વધુ સારવાર માટે ધુલીયા લઈ જવાતા હતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત થયું હતું. આ બનાવ સંદર્ભે નિઝર પોલીસ મથકે ભોગ બનનારના ભાણેજ પ્રદિપભાઈ ભાનુદાસે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો