તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોનગઢ નજીક આવેલા સોનારપાડા ગામની સીમમાં ગુરુવારે મોડી સાંજના સમયે સર્જાયેલા અકસ્માતના બનાવમાં એક બાઇકચાલક પોતાનું બાઈક પૂરઝડપે હંકારી રોડની સાઈડ પર આવેલ ગરનાળાની દીવાલ સાથે અથડાવી મારતા ચાલકને ગંભીર ઇજા થઇ હતી અને એમનું સ્થળ પર મરણ થયું હતું.
ચીખલીખડકા રહેતા ભીમજીભાઈ ભીલીયાભાઈ ગામીત(55) ખેતી કરતા હતા અને બારડોલી ખાતે નાનું મોટું વેલ્ડિંગનું કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. તેઓ ગુરુવારે બપોરના સમયે પોતાની બાઈક નંબર GJ-26-H-1281 લઈ સોનગઢ ખાતે કામ અર્થે આવ્યા હતા અને કામ પૂર્ણ કરી મોડી સાંજે સોનારપાડા-ડોસવાડા રસ્તા થઇ પરત પોતાના ઘરે ખડકાચીખલી ગામે જવા નીકળ્યા હતા.
સોનારપાડાની સીમમાં ગોગા મહારાજના મંદિર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઈકની વધુ ઝડપને કારણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક રોડની સાઈડ પર આવેલા ગરનાળાની દીવાલ સાથે અથડાઈ હતી અને ભીમજીભાઈ ગરનાળાની સામેની સાઈડ પર ઊંધા માથે પડયાં હતા. આ બનાવમાં તેમને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોતને ભેટ્યા હતા. આ રોડ પર સાંજ થયા પછી અવરજવર ઓછી હોવાથી અકસ્માત અંગે કોઈને જાણ થઇ ન હતી. શુક્રવારે સવારે કોઈક રાહદારીએ આ અકસ્માત જોતા પોલીસને જાણ કરી હતી અને બાદમાં મરણ જનારની ઓળખ થઇ હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.