આપઘાત:ઓછું દેખાતું હોવાથી આધેડે ફાંસો ખાઇ લીધો

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોનગઢ તાલુકાના આછલવા ગામે રહેતાં એક આધેડને આંખે ઓછું દેખાતું હોવાથી તેમણે ટાળી જઈ ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હોવાનો બનાવ નોંધાયો છે. સોનગઢ તાલુકાના આછલવા ગામના જામણ ફળીયામાં રહેતા ગુરજીભાઈ લાલજીભાઈ ગામીત (60) ખેતી કરી જીવન ગુજરાન ચલાવતાં હતાં. ગુરજી ભાઈ ગામીતને છેલ્લા કેટલાક સમયથી આંખમાં તકલીફ થઈ હતી જેથી તેમને ઓછું પણ દેખાતું હતું અને હાલમાં તેમની આ સંદર્ભે દવા પણ ચાલતી હતી. જોકે આંખની તકલીફને લીધે રોજબરોજના કામોમાં તેમણે ઘણી મુશ્કેલી પડતી હોવાથી કંટાળી ગયા હતા.

આખરે તેઓ આંખની બીમારીને લીધે હતાશ થઈ ગયા હતા અને જીવન ટૂંકાવી દેવાનો મનોમન નિર્ણય લઈ લીધો હતો. તેમણે પોતાના નિવાસસ્થાનની પાછળ આવેલા ડુંગર પર પહોંચી ત્યાં એક ખાખરાના વૃક્ષ સાથે નાયલૉનની દોરી બાંધી તેના વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. આ બાબતની જાણકારી પરિવારજનો ને મળતાં તેઓ સ્થળ પર પહોંચી બનાવ અંગે સોનગઢ પોલીસને જાણ કરી હતી. પોલીસે બનાવ અંગે મરણ જનારની પત્ની સુમલીબહેન ગામીતની ફરિયાદના આધારે કાયદેસર ની નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...