તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:બારડોલી, વ્યારાના ભાજપ કાર્યક્રમમાં આયોજકો, ઉપસ્થિતો સામે પગલાં ભરો

સોનગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડોસવાડા પ્રકરણમાં લોકોને ખોટી રીતે જેલમાં પૂર્યા : તુષાર ચૌધરી

સોનગઢના ડોસવાડા ખાતે કોવીડ ગાઇડલાઇનના ભંગના કિસ્સામાં અદાલતી કાર્યવાહીનો સામનો કરી રહેલા માજી મંત્રી સહીત અન્ય લોકોને મળવા સોમવારે કોંગી નેતા તુષારભાઈ ચૌધરી અને અન્ય કોંગી નેતાઓ આવ્યા હતા.

ડોસવાડા પ્રકરણમાં હાલ માજી મંત્રી કાંતિભાઈ ગામીત અને અન્ય સોનગઢ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે સોમવારે તાપી જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો અને કોંગી નેતાઓ એમને મળવા આવ્યા હતા અને એમની પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. આ પ્રંસગે તુષારભાઈએ જણાવ્યું કે ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે અન્યાય કરતો આવ્યો છે. ડોસવાડા પ્રકરણમાં મંડપવાળા, રસોઈયા અને ફોટોગ્રાફર આદિવાસી સમાજમાંથી આવે છે એઓ મહેનત કરી માંડ રોટલા રળે છે. ત્યારે એમની સામે કડક કાર્યવાહી યોગ્ય નથી. ભાજપના જ નેતાઓ અને મંત્રીઓની હાજરીમાં બારડોલી અને વ્યારામાં ગત માસમાં કાર્યક્રમ આયોજિત થયા હતા એમાં મોટી મેદની ભેગી થઇ હતી અને રેલીઓ કાઢવામાં આવી હતી. તે વખતે કેમ કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આ સિવાય ગુજરાતમાં ઘણે ઠેકાણે કોવીડ ગાઇડલાઇનના ભંગ થવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે અને વિડીયો ફરી રહ્યા છે ત્યારે તંત્રને પગલાં ભરવામાં ક્યુ ગ્રહણ આડે આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો