ક્રાઇમ:કેળાઇ ગામે પરિણીતાને માર મારી આબરૂ લેવાનો પ્રયાસ

સોનગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોનગઢ તાલુકાના કેળાઈ ગામે રહેતી એક પરિણીતા ગામ ના અન્ય ફળિયામાં રહેતી પોતાની માતા ને મળવા પગપાળા જઈ રહી હતી તે વખતે ગામ ના જ એક યુવકે તેને માર મારી ધમકી આપી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો.આ અંગે સોનગઢ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સોનગઢ ના કેળાઈ ગામે રહેતા રીના બહેન દિલીપભાઈ ગામીત (34) ના પતિ સુરત ખાતે કારખાનામાં નોકરી કરે છે જ્યારે તેઓ પોતાના બે સંતાનો સાથે ગામ માં જ રહેતાં આવ્યાં છે.રીનાબહેન ગામીત ગત સવારે ગામમાં જ રહેતી પોતાની માતા મળવા માટે પગપાળા જવા નીકળ્યાં હતા.આ વખતે પારસી ફળિયા રોડ નજીક પાછળ થી ગામ ના જ નિશાળ ફળિયા માં રહેતો એક યુવક ગોવિંદભાઈ વજેસિંગ ગામીત પોતાની એક્ટિવા લઈ ત્યાં આવ્યો હતો.પગપાળા પસાર થતાં રિનાબહેન કઈ સમજે એ પહેલાં આ આરોપી યુવકે અચાનક તેની સાથે કોઈ પણ કારણ વિના બોલાચાલી કરી ગાલ પર બે ત્રણ થપ્પડ મારી દીધી હતી.

આરોપી એટલે થી જ નહીં અટકતાં પરિણીતા ને નજીક પડેલો શેરડી નો સાઠો ઉંચકી તેના વડે માથા ના ભાગે સપાટો મારી દીધો હતો અને તેની છાતી ના ભાગે હાથ ફેરવી આબરૂ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો તથા આરોપી એ મહિલા ના શરીરે પહેરેલા કપડાં પણ ફાડી નાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...