કામરેજ તાલુકાના હલધરુ ગામે આવેલા વીકે રેસીડન્સીમાં શાકભાજીની દુકાન ચાલવતાં યુવકને અન્ય એક યુવકે આવી હિસાબ અંગે વાત કરતાં શાકભાજી દુકાન ચલાવતાં યુવકે દુકાને આવેલા યુવકને તેની પત્નીના શાકભાજીના રૂપિયા બાકી છે, જે અંગે જણાવતાં યુવક ઉશ્કેરાઈ શાકભાજી વેચનાર પર ચપ્પુથી હુમલો કરી મારી પત્નીનું નામ લેશે તો જાનથી મારી નાંખીશ કહી નાસી છૂટ્યો હતો. કામરેજ તાલુકાના હલધરુ ગામે વી કે. રેસીડેન્સીમાં શાકભાજીની દુકાન ચલાવતા અજયકુમાર અમરનાથ શર્મા (31) (રહે. 181 વાસ્તુપુજા હલધરુ, મૂળ જોનપુર યુપી) તા.12 ઓગસ્ટનાં બપોરેે 12.30 વાગ્યે દુકાન પર હતા.
ત્યારેે રોશન તીવારી (રહે. શીવ સાગર સો. હલધરૂ) આવી “મનીષભાઇ પાંડેસરાવાળાએ ઉધાર આપેલ પૈસા તે હજુ આપ્યા નથી. તેમ જણાવતાં અજય શર્માએ મારો મનીષભાઇ સાથે હિસાબ કિતાબ પુરો થઇ ગયો છે, પરંતુ તારી ઘરવાળીનાં શાકભાજીનાં 700થી 800 બાકી છે. જે બે ત્રણ મહિના થવા છતાં આપ્યા નથી. તેમ કહેતા રોશન તીવારી ઉશ્કેરાઇ જઇ નાલાયક ગાળોં આપી ઢીકમુક્કીનો માર મારતા અજય શર્માએ ના પાડતા ઉશ્કેરાયેલા રોશન તિવારીએ દુકાનમાં પડેલ શાકભાજી, નાળીયેર કાપવાનું ચપ્પુ ડાબા હાથે કાંડાનાં ભાગે મારી દીધુ હતું.
અંગુઠા અનેે પહેલી આંગળી વચ્ચેનો ભાગ કપાઇ જતાં લોહી લુહાણ થઈ ગયા હતાં. હવે પછી મારી પત્નીનું નામ લીધુ તો તને જાનથી મારી નાંખીશ એમ કહી જતો રહ્યો હતો. ત્યારબાદ અજય શર્માનો મિત્ર અજય રામલખન યાદવ સારવાર માટે કામરેજ સરકારી દવાખાનેે ઇલાજ કરાવી હુમલો કરી નાસી છૂટેલા રોશન તિવારી સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.