તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડોસવાડા ગામે 30મી નવેમ્બરે માજી મંત્રીને ત્યાં આયોજિત સગાઇ અને તુલસી વિવાહના આયોજન પ્રસંગે કોવીડ અંગેની ગાઈડલાઈન ભંગ કરવાનો બનાવ નોંધાયો હતો, જેમાં 19 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. તમામ આરોપીઓને સોનગઢ કોર્ટમાં હાજર કરાતા કોર્ટે ચાર આરોપીને બે દિવસના રિમાન્ડ આપ્યા હતા, જયારે અન્ય 15ની જામીન અરજી ફગાવી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. ડોસવાડા ગામે માજી મંત્રી કાંતિભાઈ ગામીતે પૌત્રીનો સગાઇનો અને તુલસી વિવાહનો પ્રસંગ યોજ્યો હતો. એમને ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને જમણવાર સહિતના કાર્યક્રમ થયા હતા. હાલમાં જાહેર કાર્યક્રમોમાં 100 કરતા વધુ ભેગા થવા પર પ્રતિબંધ છે. જો કે ડોસવાડા ગામે ં ગાઇડલાઇનનો ભંગ થયો હતો, જેની ફરિયાદ સરકારમાં અને હાઇકોર્ટ સુધી પહોંચી હતી.
અંતે કાંતિભાઈ ગામીત અને એમના પુત્ર જીતુભાઇ ગામીત સહિત 19 લોકો સામે ગુનો દાખલ કરી એમની ધરપકડ થઇ હતી. આરોપીઓને ગુરુવારે સાંજે સોનગઢ કોર્ટમાં રજૂ કરાયા હતા. ઉપસ્થિત સસ્પેન્ડ પીઆઇ અને એક પોલીસકર્મીને બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જયારે બાકીના અન્ય 15 આરોપીના જામીન ફગાવી કસ્ટડીમાં મોકલી અપાયા હતા.
આદિવાસી સાથે ભેદભાવ અંગે રજૂઆત
વ્યારા
સોનગઢ તાલુકાના ડોસવાડા ગામ ખાતે માજી મંત્રી કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈ પ્રસંગ કરવામાં આવેલી ભીડ બાબતનો વિડીયો વાયરલ થતા થયો હતો, જે પ્રકરણમાં તાપી પોલીસ દ્વારા કાર્યવાહી કરી માજી મંત્રી સહિત કુલ 19 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેને લઈ સમાજના આગેવાનો દ્વારા મજૂરવર્ગ અને આદિવાસ ઓ સાથે જાતિવાદ ભેદભાવ રાખી જે કાર્યવાહી કરવામાં આવી છે અને જે કલમો ઉમેરવામાં આવી છે. તે રદ કરવાની માંગ સાથે આજરોજ વિવિધ સમાજના આગેવાનો એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.