તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ સામે ફરજમાં રૂકાવટ ઊભી કરવાનો ગુનો પણ નોંધાયો

સોનગઢ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બીજી એપ્રિલે પ્રમુખે નશામાં પોલીસ સાથે માથાકૂટ કરતા કાર્યવાહી થઇ હતી

સોનગઢ તા. પં. પ્રમુખે ટ્રાફિક પોલીસ સાથે નશામાં બીજી એપ્રિલે બબાલ કરતા પ્રોહિબિશન એક્ટ પ્રમાણે ગુનો દાખલ થયા બાદ પ્રમુખે પોલીસ સાથે અસભ્ય વર્તન કરતા ફરજમાં રુકાવટ ઉભી કરવા સંદર્ભે ગુનો નોંધ્યો હતો.

ટ્રાફિક હે.કો વિનોદભાઈએ આપેલી ફરિયાદ પ્રમાણે શુક્રવારે રાણીઆંબા ફાટક નજીક ફરજ પર હતા. ત્યારે મોપેડ પર ટ્રિપલ સવારી હેલમેટ પહેર્યા વિના મોપેડ હંકારતા મહિલાને અટકાવતા ચાલક મહિલાએ કહ્યું કે હું કોણ છું મને ઓળખો છો ?પોલીસે કહ્યું કે હું તમને ઓળખતો નથી. તમારે દંડ ભરવો પડશે. એક્ટિવા ચાલક ત્યાંથી ચાલી ગઈ હતી. એ પછી પોલીસ તાપી કોમ્પ્લેક્ષ પાસે માસ્ક વિનાના લોકોને દંડ કરતા હતા. ત્યારે ત્યાં તા. પં. પ્રમુખ યુસુભભાઈ ગામીત આવી ફરિયાદીને કહ્યું કે મારી પત્નીને તમે કેમ રોકેલ? હું તા. પં. પ્રમુખ છું. કહી બોલાચાલી કરતા ફરિયાદીએ ના કહેતા યુસુભભાઈ ગામીતે ‘હું તમારો ડ્રેસ ઉતરાવી નાખીશ’ એમ કહી ગેરવર્તન કર્યું હતું. આમ પ્રમુખે પોલીસ કર્મચારીની કાયદેસરની ફરજમાં રુકાવટ ઉભી કરતા ગુનો દાખલ કરાયો હતો.

સોનગઢ પોલીસ એકતરફી કાર્યવાહી કરી રહી છે
પોલીસે મારી સામે આ પહેલા ગુનો નોંધ્યો હતો અને હવે બે દિવસ પછી ફરી કિન્નાખોરી રાખી એકતરફી કાર્યવાહી કરી છે. એ દિવસે હું ત્યાં ચા પીવા ગયો હતો. ત્યારે પોલીસને એટલું જ કહ્યું હતું કે તમે મહિલાઓને કેમ ખોટી રીતે હેરાન કરો છો. આ બાબતે મેં અને મારા પત્નીએ અરજી આપી છે. પણ એ બાબતે કાર્યવાહી કરી નથી. > યુસુભ ગામીત, પ્રમુખ તા. પં. સોનગઢ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો