જળ સંકટ:આમલગુંડીની સોલાર પુરવઠા યોજના વાદળછાયા વાતાવરણમાં ઠપ, 700 લોકોની પાણી માટે રઝળપાટ

સોનગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફળિયામાં 2 બોર છતાં પીવાના પાણી માટે લોકોને દોઢ કિલોમીટર લંબાવું પડે છે
  • ભીલ ફળિયાના રહીશોને સમ ખાવા પુરતું પાણી મેળવવા રાત્રિથી જ દેગડા ગોઠવી દેવા પડે છે

સોનગઢ આમલગુંડી ગામની વસતિ અંદાજિત 3500 કરતાં વધુ છેય જેમાં ભીલ ફળિયામાં રહેલા અંદાજિત 700 કરતાં વધુની જનસંખ્યા માટે બે મિની પાણી પુરવઠા યોજના મુકવામાં આવી છે, ફળીયાથી 50 મિટર દૂર એક બોર કરવામાં આવ્યો છે. આ બોર સાથે સોલાર પેનલ બેસાડવામાં આવી છે. સોલાર પેનલ એક્ટિવ થાય તો ટાંકીમાં આપોઆપ પાણી પહોંચે છે.

પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તો આકાશ વાદળછાયું હોય સોલાર પેનલ યોગ્ય કામ કરતી નથી તેથી મહિલાઓ સૂર્ય તાપ નીકળવાની રાહ જોઈ બોર નજીક ખાલી બેડાં લઈ બેસી રહ્યાં હોવાના દ્દશ્યો જોવા મળી રહ્યા છે. દર થોડા થોડા સમયે બોર માંથી પાણી ની ધાર નીકળે છે અને ગૃહિણીઓ આ પાણી દેગડા અને વાસણ માં સંગ્રહ કરી લેવા માટે રીતસર ની સંઘર્ષ કરી રહ્યાં છે. અને બે દેગડા પાણી માટે રઝડપાટ કરવાની નોબત આવી છે.

માણસોને પાણી નથી મળતું તો પશુનું શું કહેવું
ભીલ ફળિયામાં અને ગામમાં મોટા પ્રમાણમાં પશુપાલકો પણ વસવાટ કરે છે.એઓ ડેરીમાં દૂધ ભરી પરિવાર માટે આર્થિક રીતે મદદરૂપ થતા હોય છે.હાલમાં અહીં વસવાટ કરતાં લોકો ને જ પાણી મેળવવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે એવી સ્થિતિમાં ગાય, ભેંસ જેવા પાલતું પશુઓ ને પાણી પીવડાવવાની બાબતે સ્થિતિ દયાજનક બનેલ જોવા મળે છે.

ઘરેઘર પીવાનું પાણી આપવાના દાવા પોકળ
ભીલ ફળિયામાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું ન હોય લોકો અંદાજિત દોઢ કિલોમીટર જેટલું અંતર કાપી પારસી ફળિયા માંથી પાણી મેળવતા હોય છે.આમ સરકાર ની ઘરઆંગણે પીવા ના પાણી બાબતે કરવામાં આવતા દાવાઓ અહીં પોથી માનાં રીંગણાં જેવા જ સાબિત થયા છે.

રજૂઆતો કરીને થાક્યા પણ નિરાશા જ મળી
અમારા ભીલ ફળિયામાં દર વર્ષે પીવાના પાણી બાબતે ઉનાળાના સમયમાં ભારે તંગી ઉભી થાય છે.આ બાબતે અમે છેલ્લા એકાદ માસથી સોનગઢ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે પરંતુ અમને આ અંગે હજી સુધી નિરાશા જ મળી છે.અમારા ફળિયામાં હાલ એક માત્ર બોર માંથી નામમાત્ર નું પાણી મળી રહ્યું છે એ મેળવવા માટે રાત્રિ ના સમયથી જ બોર ના સ્થળે નંબર લગાવવું પડે છે. > ચંદુભાઈ ભીલ, આગેવાન, ભીલ ફળિયું

બોર પાસે દેગડા ગોઠવી તડકો નીકળવાની રાહ જોતી ગૃહિણીઓ
હાલમાં ભીલ ફળિયામાં જે બોર માંથી સામાન્ય માત્રામાં પાણી મળી રહ્યું છે ત્યાં માત્ર સોલાર પેનલ નો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ઠેકાણે સોલાર ની સાથે સાથે હેન્ડપંપ પણ બેસાડવામાં આવ્યો હોત તો લોકો એ પાણી માટે સૂર્યપ્રકાશની રાહ જોવી ન પડતે અને એમને રાહત મળતે પરંતુ આમ કરવામાં આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...