તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:સોનગઢ પાલિકાના હોકર્સ ઝોનના કામમાં ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ

સોનગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોકર્સ ઝોનના કામ અંગે થયેલી RTI માં પણ અધૂરી માહિતી આપવામાં આવી

સોનગઢ નગરપાલિકા શાસકો દ્વારા હોકર્સ ઝોન સહિતના અન્ય વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથેનો એક પત્ર ગામના જાગૃત નાગરિક દ્વારા પ્રાદેશિક કમિશનરને પાઠવવામાં આવ્યો હતો અને તપાસની માંગ કરવામાં આવી હતી.

પ્રાદેશિક કમિશનરને પાઠવેલા પત્રમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે નગરપાલિકા શાસકોએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2019–2020 સંદર્ભે નગરપાલિકાની તા.27/4|2018 ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ઠરાવ નં.18થી ડેવલોપમેન્ટ ઓફ વેજિટેબલ ઝોન ખાડી (હોકર્સ ઝોન)ના કામનું આયોજન કરેલ હતું. તે કામની મંજૂર થયેલી અંદાજીત ૨કમ રૂ.2,37,72,700ના કામ માટે અખબારમાં જાહેર નિવિદા આપી ઓફરો (ટેન્ડરો) મંગાવવામાં આવેલ હતી અને ત્યારબાદ મંજૂર થયેલ ટેન્ડર પ્રમાણે એજન્સીને વર્ક ઓર્ડર આપી નગરપાલિકાએ કામ શરૂ કરાવ્યું હતું. જો કે હોકર્સ ઝોનની આ કામગીરી દરમિયાન વિવિધ ગેરરીતિ થઈ હોવાનો ગંભીર આક્ષેપો થયા છે. સોનગઢ પાલિકા શાસકોએ મંજૂર થયેલા પ્લાન એસ્ટીમેટમાં સક્ષમ અધિકારી પાસે કોઈ પણ જાતની મંજૂરી મેળવ્યા વિના કામનું આખું માળખું ધરમૂળથી બદલી નાખ્યું છે. આ બાબતે નક્કી થયેલ કામની જગ્યાએ મનસ્વી રીતે કન્સલ્ટન્ટ સાથેના મેળાપીપણામાં અલગ ડિઝાઈનનું કામ કરાવ્યું હોવાથી હોકર્સ ઝોનનો મૂળભૂત હેતુ જળવાતો ન હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

આ કામમાં પાલિકાએ મંજૂર થયેલા ૨કમનો બોર્ડ પાસે સંમતિ ઠરાવ કરવાના બદલે મનસ્વી રીતે કામગીરી કરવામાં આવી હોવાથી ગેરવહીવટ થયો હોવાની શકયતા દર્શાવવામાં આવી છે. આ કામમાં મંજૂર થયેલા પ્લાન એસ્ટીમેટમાં એમ એસ ગ્રીલ, ફ્લોરિંગ, કડપ્પા ફ્લોરિંગ, ઓટલા વોટર સપ્લાય પાઇપલાઇન,એલઇડી લાઈટપોલ, સ્ટીલ ફેબ્રિકેશનના શેડ અને ઓટલા દર્શાવવામાં આવ્યા હોવાનું પત્રમાં જણાવાયું છે પરંતુ સ્થળ પર આ તમામ કામો થયેલા નથી અને હોકર્સ ઝોન ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હોવાની ફરિયાદ રજૂ થઈ હતી.

પ્રાદેશિક કમિશનરને ફરિયાદ
આ સમગ્ર પ્રકરણ અંગે એક જાગૃત નાગરિક દ્વારા ગત 27/10/20 ના રોજ બાદમાં 07/01/21 ના રોજ માહિતી અધિકાર ધારા હેઠળ માહિતી માંગી હતી જો કે આવી માહિતી પણ અધૂરી આપવામાં આવી છે, જેથી તેમણે આ અંગે સોગંદનામું કરી દક્ષિણ ગુજરાત નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરને લેખિત ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...