તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બેડકીનાકા હાઇવે પાસે રિક્ષામાં દારૂ પકડાયો, ચાલકની અટક

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 57,400 નો મુદ્દામાલ કબજે, બે વોન્ટેડ

ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગામ નજીક આવેલા બેડકીનાકા પાસેથી એલસીબીએ વિદેશી દારૂની 24 બોટલ સાથે રિક્ષા ઝડપી હતી અને ચાલકને અટકમાં લઈ અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.

તાપી એલસીબી પોલીસ ઉચ્છલ તરફ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રિક્ષા નંબર GJ-19-U-6121 નો ચાલક રિક્ષામાં નવાપુરથી દારૂ લઈને નીકળ્યો છે. આ અંગે કટાસવાણ ગામે બેડકીનાકા પાસે પોલીસે વોચ ગોઠવતા રિક્ષા મળી હતી. તપાસ દરમિયાન ચાલક કાંતિલાલ ગામીતના કબજા માંથી 24 બોટલ દારૂ મળી આવતા એ કબ્જે લેવામાં આવ્યો હતો. આ દારૂ નવાપુર ના હીરા વાઈન શોપ ના માણસે ભરાવ્યો હતો અને ઉચ્છલના સાંકરદા ગામે રહેતા રાજેશ દીવાનજીએ મંગાવ્યો હતો. પોલીસે દારૂ, મોબાઈલ અને રિક્ષા મળી કુલ 57,400નો મુદ્દામાલ સિઝ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...