તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:6 વર્ષ પહેલાં સોનગઢમાં ચોરી કરી યુવક વાંસદા રહેવા જતો રહ્યો

સોનગઢ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોબાઈલ ચોરીના ગુનામાં છ વર્ષથી નાસતો આરોપી ઝડપાયો

સોનગઢ ટાઉનમાં ગત 2015માં નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને એલસીબીએ બાતમીના આધારે ઝડપી લીધો હતો. સોનગઢ નગરમાં ગત 2015ના વર્ષમાં એક માસના ટૂંકા ગાળામાં 33,100ની કિંમતના મોબાઈલ ચોરીના આઠ જેટલા બનાવ નોંધાયા હતા, જે તે સમયે પોલીસે તપાસ કરી એક આરોપી નરેશગિરી ગોસ્વામી (રહે.બાપા સીતારામ નગર સોનગઢ)ને ઝડપી લીધો હતો. એની પૂછપરછમાં વધુ ત્રણ આરોપી ઝડપાયા હતા, જ્યારે મોબાઈલ ખરીદનારા અન્ય ત્રણ આરોપી નાસી જતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ બનાવમાં સંડોવાયેલો અને વોન્ટેડ આરોપી એવો રાજુગિરી મધુગિરી ગોસ્વામી (મૂળ.રહે બાપા સીતારામ નગર સોનગઢ અને હાલ રહે.ચંપાવાડી વાંસદા) સોનગઢ બસ સ્ટેન્ડ પાસે ઉભો હોવાની બાતમી એલસીબી અહેકો લેબજી પરબતજીને મળી હતી. આ સંદર્ભે ઇન.પીઆઇ એચ સી ગોહિલના માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવવામાં આવતા સદર વોન્ટેડ આરોપી મળી આવ્યો હતો અને તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો.

આ આરોપી ગુનો આચરીને વાંસદા તરફ રહેવા ચાલી ગયો હતો જેથી પોલીસની પકડમાં આવતો ન હતો. એલસીબીએ આરોપી રાજુગિરીની અટક કરી વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસને સોંપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો