તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:લગ્ન પ્રસંગે મોટી ભીડ જામ્યા બાદ વેલદા ગામે કોરોના ટેસ્ટ માટે તંત્રએ 3 ટીમ ઉતારી

સોનગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બપોર સુધીમાં 250 ટેસ્ટ કરાયા, કોઇ પોઝિટિવ કેસ ન મળ્યો

નિઝર તાલુકા ના વેલદા ગામે મંગળવારે આયોજિત થયેલા એક લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ડી જે તાલે ઝૂમ્યા હતા. આ બનાવ પછી આયોજકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુરુવારે તકેદારીના ભાગરૂપે વેલદા ગામે આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ ટીમ મોકલવામાં આવી હતી અને લગ્નમાં સામેલ થયેલા લોકોના ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરી હતી.

વેલદા ગામે રહેતા જોગાભાઇ ભીખાભાઇ પાડવીએ એમની પુત્રીના લગ્ન પ્રસંગે મંગળવારે રાત્રિના સમયે મોટી મેદની ભેગી કરી ડી જે ના તાલે નાચ ગાનનું આયોજન કર્યું હતું. જેને લઇ આયોજકો જોગાભાઇ પાડવી અને કોહિનૂર બેન્ડના દિલીપ કોટવાળીયા તથા આશિષ વસાવા સામે ગુનો દાખલ કરી એમની અટક કરી હતી. આ સંદર્ભે તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ગુરુવારે પીએચસીના સ્ટાફ સાથેની ત્રણ ટીમ વેલદા ગામે મોકલવામાં આવી હતી. આ ટીમના સભ્યોએ ગામમાં રહેતા અને લગ્નમાં સામેલ થયેલા લોકોને શોધી શોધીને એમના કોરોના સંદર્ભે ટેસ્ટ કર્યા હતા. તાપી જિલ્લા ડીએચઓ ડૉ.હર્ષદ પટેલના જણાવ્યા પ્રમાણે ગુરુવાર બપોર સુધીમાં વેલદા ખાતે અંદાજીત 250 કરતા વધુ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે સદનસીબે ગામમાંથી એક પણ પોઝિટિવ કેસ હમણાં સુધી મળી આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો