તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહારાષ્ટ્રના શહાદા તાલુકાના લક્કડકોટ ગામે રહેતા પ્રમોદ ઠાકરે અને તેના મિત્રો રોહિત મધુકર સિમળે તથા રાજેશ નાના મુશલદે ગત 16-10-2020ના રોજ બાઈક (MH-39-S-1623) લઈ નિઝર નજીક કોઠલી તરફ ફરવા ગયા હતા. એઓ કોઠલીથી પરત જતા હતા ત્યારે નિઝર પ્રકાશા રોડ પર સાવરદા ગામ નજીક વળાંકમાં બાઇકચાલક પ્રમોદ ઠાકરેએ કાબૂ ગુમાવતાં બાઈક રોડ સાઈડ પર સ્લીપ થઇ હતી. અકસ્માતમાં રાજેશભાઈ મુશળદેને ગંભીર ઇજા થઇ હતી. બાઈકચાલક પ્રમોદ અને રોહિતને ઇજા થઇ હતી.
ઇજાગ્રસ્તોને સારવાર માટે નિઝર સરકારી દવાખાને લઇ જવાતા ડોકટરે રાજેશ મુશળદેને તપાસી મૃત જાહેર કર્યો હતો, જયારે અન્ય બેને સારવાર અર્થે દાખલ કર્યા હતા. તે સમયે નિઝર પોલીસે અકસ્માત મહારાષ્ટ્ હદનાં સાવરદામાં બન્યો હોવાનું જણાવી તપાસના કાગળો નંદુરબાર પોલીસને મોકલ્યા હતા, જો કે નંદુરબાર પોલીસે કરેલ તપાસમાં અકસ્માતનું સ્થળ ગુજરાતના વ્યાવલમાં હોવાનું જણાવી કાગળો ફરી નિઝર પોલીસને મોકલ્યા હતા. આખરે પાંચ માસ બાદ નિઝર પોલીસે અકસ્માતમાં રાજેશના પિતાની ફરિયાદના આધારે બાઇકચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.