તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બેફામ ટેન્કરને જોઇ બાઇક રોડની સાઇડ પર ઉતારી દીધી છતાં અડફેટે લઇ લીધા

સોનગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિઝરના બહુરૂપા ગામ પાસે બનેલા અકસ્માતમાં 2 યુવકો ઘવાયા

નિઝર તાલુકાના બહુરૂપા થી હથોડા ગામ તરફ જતા રસ્તા પર આવેલ એક વળાંક માં પૂર ઝડપે ચાલતા ટેન્કર ચાલકે સામેથી આવતી એક બાઇકને અડફેટે લેતા 2 યુવકો ઘવાયા હતા. નિઝર ખાતે રહેતા મહેશભાઈ સુપાભાઈ પાડવી પાણી વિતરણ કંપનીના ટેમ્પો પર ડ્રાઇવિંગ કરી પરિવારનું ભરણપોષણ કરે છે.તેઓ ગત સોમવારે પોતાની બાઈક નંબર GJ-26-AC-3971 પર એમના મિત્ર એવાં ભીમસિંગ ભાઈ રેવાભાઈ વળવી ને બેસાડી બાલદા ગામ ખાતે સામાજિક કામ અર્થે જવા નીકળ્યા હતા.

એઓ બપોરે બે વાગ્યાના અરસામાં હથોડા ગામ વટાવી આગળ બહુરૂપા ગામ તરફ સિંગલ પટ્ટી રોડ પર થઈ પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક વળાંક પર સામેથી એક ટેન્કર ચાલક પૂરઝડપે આવતો દેખાયો હતો.જેથી બાઇકચાલક મહેશભાઈએ પોતાની બાઈક રોડ નીચે ઉતારી દીધી હતી અને ઉભા રહી ગયા હતા.જો કે ટેન્કર નંબર GJ-06-AU-8338 ના ચાલકે પોતાનું ટેન્કર પૂરઝડપે હંકારી ઉભેલી બાઇકને અડફેટે લઈ લીધી હતી અને બાદમાં ટેન્કર માંથી ઉતરી નાસી ગયો હતો.

આ બનાવમાં બાઇકચાલક અને એના મિત્ર ને પગમાં અને શરીરે ઈજા થતા તાત્કાલિક સારવાર માટે નિઝર સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી સારવાર બાદ બાઇકચાલક એવાં મહેશભાઈને રજા આપવામાં આવી હતી જયારે બાઈક ની પાછળ બેઠેલા ભીમસિંગભાઈ રેવાભાઈ વળવીને પગમાં અને શરીરે ગંભીર ઇજા થતાં તેમને વધુ સારવાર માટે નંદુરબાર લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...