તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રૂમકીતળાવ ગામ નજીક ટેમ્પોએ રિક્ષાને અડફેટે લેતાં તરુણીનું મોત

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા-પિતા મજૂરી કામે જવા રિક્ષા ભાડે કરી નીકળ્યા હતા

નિઝર તાલુકાના સયાજી ગામે રહેતાં શ્રમજીવી દંપતી મંગળવારે વહેલી સવારે રિક્ષામાં બેસી મજૂરી કામે જઈ રહ્યાં હતાં ત્યારે એક ટેમ્પોચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં બેસેલી 16 વર્ષીય વિદ્યાર્થીનીનું સ્થળ પર જ મોત થયું હતું.

નિઝર તાલુકાના સયાજી ગામે રહેતા સપના બહેન મિથુનભાઈ વસાવા અને તેમના પતિ મિથુન વસાવા બ્લોક બેસાડવાની મજૂરી કામ કરે છે. એમની દીકરી નીતિક્ષા મિથુનભાઈ વસાવા(16) એ હાલમાં જ ધોરણ 10મું પાસ કર્યું છે અને એ ઘરે જ હતી. મંગળવારે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં એમણે પોતાના સંબંધી પ્રકાશભાઈ વસાવા ની રિક્ષા નંબર GJ-26-W-1141 ભાડે કરી અન્ય મજૂરો સાથે મહુવા તાલુકાના વેલણપુર ગામે બ્લોક બેસાડવાની મજૂરી અર્થે નીકળ્યા હતા.

આ સમયે ઘરે અન્ય કોઈના હોય નીતિક્ષા પણ પોતાના માતા પિતા સાથે રિક્ષામાં બેસીને વેલણપુર જવા નીકળી હતી. આ રિક્ષા વહેલી સવારે 4.30 કલાકના સમયે નિઝર નજીક આવેલા રૂમકીતળાવ ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક આઈશર ટેમ્પોનો ચાલકે રિક્ષાની જમણી તરફ ટક્કર મારી નાસી ગયો હતો.

આ અકસ્માતના બનાવમાં રિક્ષાની જમણી તરફ બેસેલી નીતિક્ષાને માથામાં અને કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને એને સારવાર મળે એ પહેલા જ સ્થળ પર મોતને ભેટી હતી.આ અંગે નિઝર પોલીસ મથકે આઈશર ટેમ્પોના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ હતી.

અકસ્માત સર્જી નાસી ગયેલો ટેમ્પો કેસરપાડા પોલીસ ચોકી પાસેથી ઝડપાયો
વહેલી સવારે 4.30 કલાકે રિક્ષાને ટક્કર મારી આઈશર ટેમ્પોનો ચાલક પોતાનું વાહન લઈ નાસી ગયો હતો. જો કે આ અંગે મોબાઈલ દ્વારા કેસરપાડા પોલીસ ચોકી પર જાણ કરવામાં આવતાં ઉપસ્થિત પોલીસકર્મીઓ દ્વારા ટેમ્પો અટકાવવામાં આવ્યો હતો. આ સંદર્ભે ટેમ્પો નંબર (MH-18-BG-2493)ના ચાલક કુંદન બળવંત ચૌહાણ રહે.આશા પુર ખરગોન એમપીની અટક કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...