કાર્યવાહી:સોનગઢનો યુવક શંકાસ્પદ રીતે ચપ્પું સાથે ફરતો ઝડપાયો

સોનગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક નવેમ્બરમાં દારૂ સાથે ઝડપાયો હતો

સોનગઢ ના મુખ્ય બજારમાં આવેલા મચ્છી માર્કેટ પાસે થી શંકાસ્પદ સ્થિતિ માં ચપ્પું લઈ ને ફરતો એક બુટલેગર યુવક પોલીસ ના હાથે ઝડપાઇ ગયો હતો. મળેલી વિગત પ્રમાણે સોનગઢ પોલીસ ના જવાનો ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતાં ત્યારે એક યુવક શંકાસ્પદ સ્થિતિમાં સોનગઢ ના મચ્છી માર્કેટ વિસ્તાર નજીક આટા ફેરા મારતો નજરે પડ્યો હતો.

પોલીસે આ યુવક ને અટકાવી આટા ફેરા બાબતે પૂછપરછ કરતાં તેણે યોગ્ય કે સંતોષ જનક જવાબ આપ્યો ન હતો.આ બનાવમાં પોલીસે સોનગઢ શિવાજી નગરમાં રહેતો અને વિદેશી દારૂ ના ધંધા સાથે સંકળાયેલો એવો આશિષ વાડીલાલ ગામીત (20)ને કોર્ડન કરી તેને અટક માં લીધો હતો.સોનગઢ પોલીસે તેની વધુ તપાસ કરતાં તેના પેન્ટ ના ખિસ્સામાંથી ચપ્પું જેવું તિક્ષ્ણ હથિયાર મળી આવ્યું હતું.

આશિષ ગામીત નામનો યુવક આ ચપ્પું કોઈ ગુનો આચરવા ના ઇરાદે ખિસ્સામાં રાખી ને ફરતો મળી આવ્યો હતો.સોનગઢ પોલીસે આશિષ ગામીત સામે પોલીસ મથકે જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાં નો ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આશિષ ગામીત વિદેશી દારૂ ના ધંધા સાથે સંકળાયેલો છે અને ગત નવેમ્બર માસમાં તેના અન્ય સાથીદાર સાથે કુમકુવા ગામ નજીકથી બાઈક પર 26,400 ના વિદેશી દારૂ સાથે પોલીસના હાથે પણ ઝડપાયો હતો. આમ બુટલેગર યુવક ચપ્પુ સાથે પોલીસના હાથે ઝડપાતા લોકોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...