સોનગઢના પાંચપીપળા ગામ નજીક રસ્તા પર બાઈકચાલક યુવકે બાઇકના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને બાઇકચાલકને માથામાં ગંભીર ઇજા સાથે સારવાર માટે સુરત ખસેડાયો હતો. આ યુવકનું સારવાર દરમિયાન નવી સિવિલ હોસ્પિટલ ખાતે અવસાન થયું હતું.
માંડવી તાલુકાના સરકુઇ ગામે રહેતા અર્જુનભાઈ ઉબડાભાઈ ચૌધરી (25) ગત 28 મી જુલાઈએ સામાજિક કામ અર્થે બાઈક નંબર GJ-19-AC-1802 લઇ સોનગઢ આવેલા હતા.અર્જુનભાઈ સાંજં સોનગઢના પાંચપીપળા નજીકથી પસાર થતા હતા ત્યારે એમની બાઈક પુરઝડપે ચાલતી હોય અચાનક બાઇકના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા તેઓ રસ્તા પર પટકાયા હતા.
આ અકસ્માતનો બનાવ બનતા આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા અને અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા સાથે ઘવાયેલા અર્જુનભાઈને 108 વાનની મદદથી સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.જો કે તેમને માથામાં અને ગંભીર ઇજા થઇ હોવાથી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બીજા દિવસે બપોરના સમયે તેમનું અવસાન નીપજ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.