તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કટાસવાણ પાસે હાઇવે પર 160 ઘેટાં-બકરા ભરેલી ટ્રક ઝડપાઈ

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી પશુ ભરી મહારાષ્ટ્ર લઇ જવાતા હતા

ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગામના હાઇવે નજીક થી પોલીસે એક ટ્રકમાંથી 160 ઘેટા-બકાર ઝડપી પાડ્યા હતા. ઉચ્છલ પોલીસે હાઇવે પર આવેલ કટાસવાણ વાહન ચેકિંગ દરમિયાન ટ્રક નંબર GJ-31-T-3024ને અટકાવી તપાસ કરતા અંદરથી 155 જેટલા ઘેટાં અને 05 બકરા ભરેલા મળી આવ્યા હતા.આ અંગે ટ્રક ચાલક પાસે પાસ પરમિટ માગવામાં આવતા એની પાસે કોઈ કાગળ મળ્યા ન હતા અને આ ઘેટાં-બકરાં રાણીપ અમદાવાદ થી ભરીને ગેરકાયદે રીતે મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે વેચાણ માટે લઇ જવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું.

આ સંદર્ભે ટ્રકચાલક સદ્દામ હુસૈન કાદર ચાંપાનેરીયા રહે.સાઠંબા તા.બાયડ જી.અરવલ્લી ની અટક કરી પશુ ભરાવનાર રાણીપ અમદાવાદ ખાતે રહેતા મુનીર અહેમદ મુબારક અહેમદ કુરેશી અને પશુ મંગાવનાર માલેગાંવના શાહિદ અહેમદ હાજી અબ્દુલ મજીદ કુરેશીને વોન્ટેડ જાહે કર્યો હતો.આ બનાવમાં ટ્રક ચાલક અને અન્ય બે ઈસમો સામે પશુ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી 13,00,000 નો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...