અકસ્માત:સાંઢકુવા ગામ પાસે ટ્રક અને ટેમ્પો ભટકાતા ટેમ્પોચાલકનું મોત થયું

સોનગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુગરના મજૂર ભરી જતી ટ્રકનો ચાલક નાસી છૂટયો

સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામની સીમમાં એક ટેમ્પો અને ટ્રક સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ચાલકને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે વ્યારા ખસેડાયા હતાં જ્યાં ડૉકટરે તપાસી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

સોનગઢના મેઢા ગામે રહેતા વિનોદભાઈ ગામીત સોનગઢના પાંડે ભાઈ નામના ઇસમના ટેમ્પો નંબર GJ-19-J-0434 પર ચાલક તરીકે નોકરી કરે છે. સોમવારે ટેમ્પો માલિકે આપેલી સૂચના પ્રમાણે એ હીરાવાડી ગામના રતિલાલ ગામીત સાથે દાદરિયા સુગર ખાતે ખાંડ ભરવા ગયા હતા. એઓ ત્યાંથી ખાંડ ભરી બપોરના સમયે વાયા બંધારપાડા થઈ રાણીઆંબા આવવા માટે નીકળ્યા હતા. આ ટેમ્પો બંધારપાડા રોડ પર આવેલા સાંઢકૂવા ગામની સીમમાં થઈ પસાર થતો હતો ત્યારે સામેથી આવતી અને સુગરના મજૂર ભરી પસાર થતી એક ટ્રક નંબર GJ-09-V-4856 ના ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ટેમ્પો સાથે પોતાની ટ્રક ભટકાવી દીધી હતી. આ અકસ્માતના બનાવમાં ટેમ્પો ચાલક વિનોદભાઈ ટ્રક અને ટેમ્પોની કેબિનની વચ્ચે ફસાઈ ગયા હતા અને એમને બંને પગમાં અને શરીરે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતના સ્થળે આસપાસના લોકો દોડી આવી ગંભીર ઇજા પામેલા વિનોદભાઈને સારવાર અર્થે વ્યારા ખસેડયા હતા, જ્યાં ફરજ પરના ડૉકટરે તેમને તપાસી મરણ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગે નાસી ગયેલા અજાણ્યા ટ્રક ચાલક સામે સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...