તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મટાવલ નજીક ટ્રકે બાઇકને અડફેટે લેતા ઘવાયેલા શિક્ષક મોતને ભેટ્યા

સોનગઢ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મૃતક તલોદાના જુવાની ગામે ફરજ બજાવતા હતા

છેવાડેના કુકરમુન્ડા તાલુકાના મટાવલ ગામની સીમમાં બનેલ અકસ્માતના એક બનાવમાં અજાણ્યા ટ્રકચાલકે પોતાની ટ્રક પૂરઝડપે હંકારી એક બાઇકને અડફેટમાં લેતા બાઇકચાલક અને વ્યવસાયે શિક્ષક એવા ઈસમને ગંભીર ઇજા થઇ હતી.એમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને નિઝર પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

મૂળ મહારાષ્ટ્રના તળોદા તાલુકાના સાવર ગામે રહેતા બહાદુરસિંગ જવરસીંગ પાડવી (50) જિલ્લા પંચાયત સંચાલિત જુવાની ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને એઓ શાળા એ આવવાજવા માટે બાઈક નંબર MH-39-R-7312 વસાવેલ હતી.ગત પાંચમી ફેબ્રુઆરી શુક્રવારે એઓ બાઈક લઈ શાળાએ તથા સરકારી કામકાજ અર્થે ગયા હતા અને સાંજે પરત પોતાના ઘરે આવવા નીકળ્યા હતા.એઓ કુકરમુન્ડા તાલુકાના મટાવલ ગામની સીમમાં આવેલ એક પૂલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક ટ્રક નંબર MH-05-AM-5844 ના ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે હંકારી શિક્ષકની બાઈક ને અડફેટમાં લેતા એઓ રોડ પર ફેંકાઈ ગયા હતા અને એમને માથામાં અને પીઠના ભાગે ગંભીર ઇજા થઇ હતી જયારે અકસ્માત સર્જી ટ્રકચાલક પોતાની ટ્રક સ્થળ પર મૂકી નાસી ગયો હતો.

અકસ્માતના પગલે ભેગા થયેલ લોકો એ ગંભીર ઈજાગ્રસ્ત એવા બહાદુરભાઈ પાડવી ને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી વાહનમાં નજીક આવેલ તલોદા ગામના સરકારી દવાખાને ખસેડયા હતા પરંતુ ગંભીર ઇજાના કારણે બહાદુરભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે આરોપી ટ્રકચાલક વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ફરિયાદી જગદીશ પાડવીએ ફરિયાદ લખાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો