તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સોનગઢના ટોકરવાથી 99 હજારનો દારૂનો જથ્થો કબ્જે

સોનગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોનગઢ તાલુકાના ટોકરવા ગામે એક લિસ્ટેડ બુટલેગરે ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કર્યો હોવાની બાતમીના આધારે સોનગઢ પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરી 99,000ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કરી આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

સોનગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એ એસ આઇ સોમનાથ સંભાજીને બાતમી મળી હતી કે ટોકરવા ગામે રહેતો અને લિસ્ટેડ બુટલેગર સુનિલ ઉર્ફે ડેડીયાએ મિસ્ત્રી ફળિયામાં ગાયસાવર તરફ જતા રોડ પર આવેલા એક કૂવા નજીકની પાકી બંગલીમાં ગેરકાયદે રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કર્યો છે. આ બાતમી સંદર્ભે સ્થાનિક પોલીસ અધિકારીને જાણ કરી અન્ય સ્ટાફને સાથે રાખીને ટોકરવા ગામે બાતમી પ્રમાણેના સ્થળે રેડ કરવામાં આવી હતી. બંગલીમાંથી પોલીસને સ્થળ પરથી ગેરકાયદે રાખવામાં આવેલી દારૂની કુલ 870 બોટલ કે જેની કિંમત 99,000 જેટલી થાય છેએ મળી આવતા એ કબ્જે લેવામાં આવી હતી. પોલીસે સુનિલ ઉર્ફે ડેડીયો ગામીતને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...