તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચચરબુંદા પાસે બે બાઈક અથડાતાં આધેડનું મોત, કામ અર્થે નવાપુર તરફ જવા નીકળ્યા હતા

સોનગઢ25 દિવસ પહેલા
 • કૉપી લિંક

સોનગઢ તાલુકાના ઝાડપાટી ગામે રહેતા એક આઘેડ પોતાની બાઈક લઈ નવાપુર હાઇવે પર આવેલ ચચરબુંદા ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ગંભીર ઇજા થઇ હતી અને સારવાર દરમિયાન તેમનું મરણ નીપજ્યું હતું.ઝાડપાટી ગામે રહેતા શિવાજીભાઈ ગામીત (60) ખેતી કરી ગુજરાન ચલાવાતા હતા.રવિવારે બપોરે બાઈક લઈ કામ અર્થે નવાપુર જવા નીકળ્યા હતા.આ બાઈક બપોરના સમયે ચચરબુંદા થી જૂની થુંટી ગામ તરફ જતા રસ્તે થી પસાર થઇ રહી હતી ત્યારે અન્ય બાઈક નંબર GJ-26-E-9188 ના ચાલકે બાઈક પૂરઝડપે હંકારી શિવાજીભાઈની બાઈક સાથે અથડાવી હતી.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ શિવાજીભાઈને સારવાર અર્થે સોનગઢ સરકારી દવાખાને લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઉચ્છલ પોલીસ મથકે અકસ્માત સર્જનાર બાઇકચાલક સામે ગુનો દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો