તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સોનગઢના આછલવા ગામ નજીક બાઈક સ્લીપ થતાં પાછળ બેસેલા આધેડનું મોત

સોનગઢ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પુત્ર માતા-પિતાને બાઈક પર બેસાડી સગાને ત્યાં મુકવા જઈ રહ્યો હતો

સોનગઢ તાલુકાના આછલવા ગામે શુક્રવારે રાત્રિના સમયે સર્જાયેલા અકસ્માતના બનાવમાં એક બાઈક ચાલકે પોતાની બાઈક પૂરઝડપે હંકારી રોડના વળાંક પર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક રોડ નજીક ખાડામાં ઉતરી ગઈ હતી. આ બનાવમાં બાઈક પાછળ બેસેલા આધેડને માથામાં ગંભીર ઇજા થવાના પગલે સારવાર દરમિયાન મોત થતાં મરણ જનારના પુત્ર એવાં બાઇકચાલક યુવક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ડોસવાડા ગામે આવરી ફળિયામાં રતનિયાભાઈ ગામીત પરિવાર સાથે વસવાટ કરતા હતા.

રતનીયાભાઈ સાથે તેમનો દીકરો દેવુલ અને પુત્રવધુ મનીષાબહેન ગામીત પણ રહે છે. શુક્રવારે રાત્રિના સમયે દેવુલ ગામીત પોતાની બાઈક પર પિતા રતનીયાભાઈ ગામીત (55) અને માતા ભાનુબહેનને બાઈક પર બેસાડી આમલીપાડા રહેતા સગાને ત્યાં જવા નીકળ્યા હતા. આ બાઈક સાદડકૂવા રોડ પર આછલવાની સીમમાંથી પસાર થઇ રહી હતી. ત્યારે રોડના એક વળાંક પાસે પૂરઝડપે બાઈક હંકારતા દેવુલે બાઈકના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બાઈક સાથે રોડ નજીકના ખાડામાં પટકાયો હતો.

આ બનાવમાં બાઇકની પાછળ બેસેલા રતનીયાભાઈ ગામીતને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઇ હતી, જયારે ચાલક દેવુલ અને તેમની માતા ભાનુબહેનને પણ શરીરે ઇજા થતાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સારવાર દરમિયાન રતનીયાભાઈ ગામીતનું મોત થયું હતું, જયારે ઈજાગ્રસ્ત દેવુલને વધુ સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવ સંદર્ભે બાઈક ચાલક એવાં દેવુલભાઈ ગામીત સામે બેદરકારી ભર્યું ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જી પિતાનું જ મોત નીપજાવવા બદલ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો