તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સિંગલખાંચ ગામે પિકઅપ અડફેટે લીંબીના બાઈકચાલક આધેડનું મોત

સોનગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સોનગઢના લીંબી ગામે રહેતા એક આધેડ પોતાની બાઈક લઈ સોનગઢથી પરત આવી રહ્યા હતા ત્યારે સિંગલખાંચ ગામ પાસે એક પિકઅપના ચાલકે બાઈકને અડફેટમાં લેતાં એમનું મોત નીપજ્યું હતું. સોનગઢના લીંબી ગામે મોટી પીપળ ગામે વિરિયાભાઈ પાંડિયાભાઈ ગામીત (65) ખેતમજૂરી કરી જીવન ગુજરાન ચલાવતા હતા. એઓ ગુરુવારે બપોરે પોતાની બાઈક લઈ સોનગઢ ખાતે કાંદાનું ધરું લેવા માટે ગયા હતા. એઓ કામ પૂર્ણ કરી બપોરે 3.30 કલાકના સુમારે પરત લીંબી જવા નીકળ્યા હતા.

એઓ ઉકાઈ સેરુલા રોડ પર આવેલ સિંગલખાંચ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી એક પિકઅપ વાન નંબર (GJ-06-BT-3100)ના ચાલકે પોતાની વાન પૂરઝડપે હંકારી સામેથી આવતી વિરિયાભાઈની બાઈકને જોરદાર ટક્કર મારતા વિરિયાભાઈ રોડ પર પટકાયા હતા અને શરીરે ગંભીર ઇજા પામ્યા હતા. એમને તાત્કાલિક 108 વાનમાં સારવાર માટે સોનગઢ લઈ ગયા બાદ વધુ સારવાર માટે વ્યારા ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે દેવજીભાઈ વસાવાએ વ્યારા પોલીસ મથકે નાસી છૂટેલા વાનચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો