તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વિરપુર પાસે બાઇકે પાછળથી ટક્કર મારતા આધેડ બાઇકચાલકનું મોત

સોનગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોનગઢ જવા નીકળેલા વ્યારાના વડીલને અકસ્માત નડ્યો

સોનગઢ વ્યારા રોડ પર આવેલા વિરપુર રેલવે ફાટક નજીક સર્જાયેલા અકસ્માતમાં બે બાઈક અથડાતાં આગળ ચાલતી બાઇકના ચાલક અને વૃંદાવાડી વ્યારાના રહેવાસી 55 વર્ષીય ઈસમને ગંભીર ઇજા થઇ હતી અને તેમનું સારવાર દરમિયાન મોત થયાનું નોંધાયું હતું.

અકસ્માત અંગે મળતી વિગતો મુજબ વ્યારા ખાતે આવેલા વૃંદાવાડીમાં રહેતા અરુણભાઈ દુર્લભભાઈ પટેલ (55) પોતાની બાઈક નંબર GJ-26-L-1130 લઈ સોનગઢ તરફ જવા નીકળ્યા હતા. એઓ બપોરના 4.30 કલાકના અરસામાં સોનગઢ વ્યારા રોડ પર આવેલા વિરપુર ગામની રેલવે ફાટક નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલ એક બાઈક નંબર GJ-07-AS-8715ના ચાલકે પોતાની બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પાછળથી અરુણભાઈની બાઈકને ટક્કર મારી હતી.

આ બનાવમાં બાઇકચાલક અરુણભાઈને માથાના ભાગે અને બંન્ને હાથ અને પગમાં ગંભીર ઇજા થતા 108 વાનની મદદથી સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર અર્થે સુરત સિવિલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે સુરતના ખટોદરા પોલીસ મથકે ગુનો દાખલ થયા બાદ વધુ તપાસ માટે કેસના કાગળો વ્યારા પોલીસ મથકે મોકલવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો