તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:દવાની આડમાં 28 લાખનો દારૂ લઇને જતું કન્ટેઇનર ઝડપાયું

સોનગઢ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહારાષ્ટ્રથી સુરત તરફ જતી ટ્રકને ચોરવાડ પાસે અટકાવાઇ

સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પર આવેલ ચોરવાડ ગામ પાસે તાપી જિલ્લા એલસીબી એ બાતમી ના આધારે એક કન્ટેઇનર અટકાવી તપાસ કરતા એમાંથી પાસ પરમિટ વિનાની વિદેશી દારૂની 18960 બોટલ કે જેની કિંમત રૂપિયા 28,08,000 થાય છે.

મહારાષ્ટ્રના નવાપુર ખાતે રહેતા અને લિસ્ટેડ બુટલેગર એવો ગોરખ ઉર્ફે પિન્ટુ ભીમરાવ બડોગેએ એક કન્ટેઇનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ મોક્લ્યો છે એવી બાતમી એલસીબીને મળતા શનિવારે રાત્રીના સમયે માંડળ ટોલનાકા પાસે આવેલ ચોરવાડ ગામની સીમમાં વોચ ગોઠવવામાં આવી હતી.આ દરમિયાનબાતમી મુજબનું કન્ટેઇનર MH-43-BA-7774 નજરે પડતાં એને અટકાવવામાં આવ્યું હતું.

કન્ટેઇનર ચાલકની પૂછપરછમાં વાહનમાં દવાનો જથ્થો ભર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે કન્ટેઇનરની પાછળ લાગેલા સીલ તોડી તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ બનાવ માં કન્ટેઇનરમાંથી વિદેશી દારૂની કુલ 18,960 બોટલ મળી આવી હતી કે જેની કિંમત 28,08,000 જેટલી થાય છે. ઉપરાંત અન્ય ચીજો અને ટ્રક મળી કુલ 38,20,500 નો મુદ્દામાલ પોલીસે સીઝ કર્યો હતો.આ બનાવમાં કન્ટેઇનર ચાલક જાકીર રમજાન શેખ રહે.દેવળ ફળિયું નવાપુર ની અટક કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો