તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસઓજીની કાર્યવાહી:સોનગઢના મલંગદેવથી પ્રેક્ટિસ કરતો બોગસ ડૉક્ટર ઝડપાયો

સોનગઢ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મૂળ મહારાષ્ટ્રના નવાપુરના યુવક સામે એસઓજીની કાર્યવાહી

સોનગઢ તાલુકાના મલંગદેવ ગામે પ્રેક્ટિસ કરતો બોગસ ડૉક્ટર જિલ્લા પોલીસે ઝડપી લીધો હતો. સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલા મલંગદેવ ગામે એક બોગસ ડૉક્ટર દર્દીઓ ને દવા આપતો હોવાની બાતમી તાપી જિલ્લા એસઓજી સ્ટાફને મળી હતી. આ બાતમી આધારે મલંગદેવ ગામે એસઓજી પોલીસ સ્ટાફે રેડ કરી હતી. દરમિયાન જંગલ ખાતાની બાજુમાં આવેલ રમેશ ગામીતની દુકાન જેવા ઘરમાંથી સુનિલ છગન પાટિલ (રહે.પાડવી કોલોની નવાપુર મહારાષ્ટ્ર) નામનો ઈસમ મળી આવ્યો હતો.

આ ઈસમ પાસે કોઈ પણ જાતની ડીગ્રી ન હોવા છતાં અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધણી કરાવ્યા વિના ગરીબ દર્દીઓનો ઈલાજ કરતો હતો. જેથી પોલીસે એના કબ્જામાંથી અંદાજીત 4000ની કિંમતની દવાઓ અને સ્ટેથોસ્કોપ કબ્જે લીધું હતું. આ અંગે સોનગઢ પોલીસ મથકે આ બોગસ ડૉક્ટર સુનિલ છગન પાટિલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સોનગઢ તાલુકાના ગામડાઓમાં હજી પણ ઘણા બોગસ અને ડીગ્રી વિનાના ડૉકટરો લોકોની જિંદગી સાથે ખીલવાડ કરી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ સક્રિય બની આવા તત્વોને ઝબ્બે કરે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો