તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ટોકરવા નજીક આહવા રોડ પર કાર અડફેટે બાઇકચાલકનું ગંભીર ઇજાને પગલે મોત

સોનગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક સાપુતારા તરફ ફરવા નીકળ્યો હતો અને અકસ્માતનો ભોગ બની ગયો

સોનગઢના ટોકરવા ગામ પાસેથી આહવા તરફ જતાં રોડ પર સર્જાયેલા અકસ્માતના એક બનાવમાં પુરઝડપે પસાર થતી એક કારના ચાલકે રોડ પર થઈ પસાર થતી એક બાઇકને અડફેટે લઇ લેતાં બાઇકચાલકને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઇ હતી. આ બનાવમાં નવસારીના રહેવાસી એવા બાઇકચાલકનું ગંભીર ઇજાને પગલે સ્થળ પર મોત નીપજ્યું હતું.

નવસારી લુન્સીકૂઇ વિસ્તારમાં રહેતા હેમંતભાઇ નટવરલાલ પટેલ (38) ઘરેથી બાઈક નંબર MH-03-BU -5685 લઈ સાપુતારા અને તેની આસપાસ જંગલમાં ફરવા નીકળ્યા હતા. એઓ મંગળવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં સોનગઢના ટોકરવા ગામ નજીકથી આહવા તરફ જતા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક કાર નંબર GJ-06-MD-4457ના ચાલકે પોતાની કાર પૂરઝડપે હંકારી બાઇકને જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક હેમંતભાઇ પટેલ રોડ પર ફેંકાઈ ગયા હતા અને માથામાં અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજા પામ્યા હતા.

અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. આ અંગે કોઈએ 108 વાનને જાણ કરતા વાન સ્થળ પર પહોંચી હતી અને ગંભીર ઈજાગ્રસ્ત એવાં હેમંતભાઇ પટેલને તપાસી એમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. બનાવ સંદર્ભે સોનગઢ પોલીસ મથકે નટવરભાઈ પટેલે કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...