તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:સોનગઢમાં 50 બેડનું કોવિડ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

સોનગઢ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓક્સિજન માટે 3 દિવસમાં જ 1 કિ.મીની લાઇન નંખાઇ

સોનગઢ તાલુકાના ગુણસદા ગામે કાર્યરત સિંઘાનિયા પબ્લિક સ્કુલ ખાતે 50 બેડ ની સુવિધા સાથે નું ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.આ સેન્ટર સોનગઢ ખાતે શરૂ થતાં કોરોના ના ગંભીર દર્દીઓ અને ઓક્સિજન ની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે હવે સુવિધા મળશે. તેમાં 24 કલાક ઓક્સિજન નો પુરવઠો કાર્યરત કરાયો છે.જે.કે.પેપર મિલ ના સહયોગથી મિલ ના 70 જેટલા ટેક્નિકલ કર્મચારીઓએ માત્ર ત્રણ દિવસમાં જ કોરોનાના દર્દીઓ માટે 24 કલાક ઓક્સિજન પુરવઠો મળી રહે તે માટે એક કિ.મી થી વધુ લાંબી પાઈપલાઈન નાખી દર્દીઓ માટે સુવિધા પુરી પાડી હતી.

જેને લઇ 30 બેડને 24 કલાક ઓક્સિજન પુરવઠો મળી રહેશે. જેનો લાભ સોનગઢ અને આસપાસના ગામોને મળી રહેશે.સેન્ટર ખુલ્લું મુકવાના પ્રસંગે પ્રાંત અધિકારી હિતેશ જોશી,આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલ, સોનગઢ પાલિકા પ્રમુખ ટપુભાઈ ભરવાડ સહિતના આગેવોનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો