સોનગઢ તાલુકાના હનુમંતિયા ગામે દીપડા એ એક ત્રણ વર્ષીય બાળાને ફાડી ખાનારો દીપડો હજી મુક્ત ફરતો હોવાથી પંથકમાં ભયનો માહોલ યથવાત છે. માસુમનો ભોગ લેવાયા બાદ સફાળા જાગેલા વન વિભાગે તાત્કાલિક ધોરણે ખૂંખાર દીપડા થી બચવા માટે ની સૂચના સાથે ના સાઈન બોર્ડ વિવિધ ગામોમાં લગાવ્યા છે અને સાથોસાથ દીપડો નજરે પડે તો જાણ કરવા સંપર્ક નંબરો પણ જાહેર કર્યા હતા.
તાપી જિલ્લામાં અને તેમાં પણ ખાસ કરી ને વ્યારા,સોનગઢ તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં છાશવારે દીપડા અને તેનો પરિવાર શેરડી ના ખેતરોમાં કે ગામ નજીક આવેલા જંગલ વિસ્તારમાં જોવા મળે છે.દિવાળી બાદ ખેતરોમાં ખેતી પાક ની કાપણી થઈ જતી હોય કે શેરડી ની પણ કાપણી શરૂ થતી હોય ત્યારે દીપડા બહાર નીકળતાં હોય છે.હમણાં સુધી આવાં દીપડાઓ ગાય,ભેંસ અને બકરી જેવા પાલતું પશુઓ પર અથવા રખડતા કૂતરાં પર હુમલો કરતા હતાં પરંતુ હવે એ માનવ પર પણ હુમલો કરતાં હોવાથી ભયની લાગણી ઉભી થઇ છે.
શુક્રવારે રાત્રીના સમયે સોનગઢ ના હનુમંતિયા ગામે રહેતાં મજૂર પરિવારની ત્રણ વર્ષની દીકરીને દીપડો ઉંચકી ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ બાદ સોનગઢ તાલુકામાં જ્યાં જ્યાં દીપડા નજરે પડે છે એ વિસ્તારમાં લોકો ભયના ઓથાર હેઠળ જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.