તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોનગઢના સ્ટેશન રોડ પર આવેલી અવતાર રેસિડેન્સીમાં રાજારામ પુનારામભાઇ પટેલ બહેન-બનેવી અને બાળકો પણ રહે છે. શનિવારે બપોરે ફરિયાદીના બહેન પોતાના બાળકોને સાથે લઈને પતિને દુકાને ટિફિન આપવા ગયા હતા અને પાછળ થી ફરિયાદી રાજારામભાઇ પણ મકાનના દરવાજે તાળાં મારી કટલરી સામાનની ડિલિવરી આપવા ગયા હતા. પાછળથી કોઈક અજાણ્યા તસ્કર ઈસમોએ દરવાજે મારેલ તાળાં તોડી નાખી ઘરમાં ઘુસ્યા હતા.
તસ્કરોએ એક પ્લાસ્ટિકના ડબ્બામાં મુકેલ બચતના એકઠા કરેલ રોકડા રૂપિયા 1,00,000 અને સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 38,000 મળી કુલ 1,38,000 ની મત્તા તફડાવી નાસી ગયા હતા. બપોરે ચાર કલાકના સુમારે રાજારામ પરત ઘરે આવતા ચોરી નો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.આ અંગે સોનગઢ પોલીસ મથકે 1.38 લાખની ચોરી થવા સંદર્ભે ફરિયાદ આપવામાં આવી છે.
1 તોલા સોનાનો ભાવ માત્ર 4 હજાર ગણ્યો
ચોરીના બનાવમાં સાત તોલા સોનુ અને 500 ગ્રામ જેટલી ચાંદી ની ચોરી થઇ છે. પોલીસે સોનાની કિંમત પ્રતિ તોલાના માત્ર 4000 ગણી સાત તોલાની કુલ કિંમત માત્ર 28,000 દર્શાવીવામાં આવી છે. ખરેખર આજ ના બજાર ભાવ પ્રમાણે આટલું જૂનું સોનુ પણ દશ ગણી કિંમત એટલે કે 2,80,000 ની કિંમતનું થાય છે.એ જ પ્રમાણે 500 ગ્રામ ચાંદી ની કિંમત 10,000 લખાવવામાં આવી છે જયારે એ પણ આજ ની કિંમત પ્રમાણે અંદાજિત 30,000 ની થાય છે. આમ ચોરાયેલા ઘરેણાં અંદાજિત રૂપિયા 3,10,000 ના થાય છે પરંતુ ચોરીના આંક નીચો દર્શાવવા માટે ઘરેણાં ની કિંમત 38,000 મૂકી વિટો વાળી દેવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.