તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:હાઇવે પર પંક્ચર રિપેર કરવા થોભેલી ટ્રકમાંથી 3.10 લાખના કાર્ટૂન ચોરાયા

સોનગઢ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કડોદરાથી કાપડ ભરીને હૈદરાબાદ જતી ટ્રકમાં સોનગઢ નજીક ચોરી થઇ

સોનગઢ તાલુકા ના માંડળ ગામ ના ટોલનાકા પાસે આવેલ ખુલ્લી જગ્યા માં એક ટ્રક ચાલક પોતાની ટ્રક ના ટાયરો ચેક કરી રહ્યો હતો ત્યારે દરવાજા ને મારેલ લોક તૂટેલું નજરે પડયું હતું. જેથી તપાસ કરતા કોઈક અજાણ્યા ચોર ઇસમોએ એ દરવાજા નો લોક તોડી નાખી ટ્રક માં ભરવામાં આવેલ કાપડ ના કાર્ટૂન પૈકી ના 12 કાર્ટૂન કે જેની કિંમત રૂપિયા 3,10,643 ની ચોરી કરી નાસી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે સોનગઢ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.મળેલ વિગતો પ્રમાણે મૂળ તેલંગાણાના રહેવાસી રામ હરીસાધન દાસ પોતાના રાજ્યમાંથી ટ્રક નંબર AP-29-TB-4750માં માલસામાન ભરી અમદાવાદ આવ્યો હતો. વળતાંમાં એણે ગઈ 26 મી માર્ચે રાત્રી ના સમયે કડોદરા સુરત રોડ પર આવેલ ચેતન રોડવેઝ માંથી પોતાની બંધ બોડી ની ટ્રક માં કાપડ ના 164 કાર્ટૂન ભર્યા હતા અને ટ્રક પાછળ નો દરવાજો લોક કરી હૈદરાબાદ જવા નીકળ્યો હતો.

આ ટ્રકચાલકે પલસાણા નજીક ટ્રક માં ડીઝલ પુરાવ્યું હતું અને ત્યાં જ ટ્રક નું એક ટાયર પંચર પડી જતા ટાયર બદલ્યું હતું.આ ટ્રક રાત્રી ના 11.59 કલાકે માંડળ ટોલનાકું વટાવ્યું હતું અને ટ્રકચાલકે આગળ આવેલ એક ખુલ્લી જગ્યામાં પોતાની ટ્રક પાર્ક કરી ટ્રક ના ટાયર ચેક કરવા નીચે ઉતર્યો હતો.

આ સમયે બંધબોડી ની ટ્રક ની પાછળ નો દરવાજો ખુલ્લો જોતા એને અજુગતું ગયા ની શંકા થઇ હતી.બાદ માં તપાસ કરતા કોઈક અજાણ્યા ચોર ઈસમો એ ટ્રક ના દરવાજા નો લોક તોડી નાખી એમાં રહેલ કાર્ટૂન પૈકી ના 12 કાર્ટૂન કે જેની કિંમત રૂ.3,10,643 જેટલી થાય છે એ ચોરી કરી નાસી ગયા હોવા ની જાણ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો