દારૂની હેરાફેરી:કારમાં ગોવાથી 2.16 લાખનો દારૂ ભરી આવતા 3 ઝડપાયા

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોનગઢ તાલુકાના ટેમકા ગામની સીમમાં પોલીસે 2.16 લાખનો દારૂ ભરેલી કાર સાથે સુરતના 3ની અટક કરી હતી. મંગળવારે સ્પેશિયલ ડ્રાઈવ ટીમનો સભ્યો સોનગઢ તરફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીને આધારે ડાંગ જિલ્લા તરફથી આવતી કાર (GJ-05-CK-5055) નજરે પડતા પોલીસ સ્ટાફ દ્વારા એને અટકાવવામાં આવી હતી. કારની તલાશી લેવામાં આવતા કારની પાછળની સીટ નીચે,ડિકીમાં,ગિયર બોક્સ અને બોનેટ ના ભાગે બનાવવામાં આવેલા ચોરખાનામાં સંતાડવામાં આવેલ પાસ પરમિટ વિનાની ભારતીય બનાવટની વિદેશી દારૂની 651 બોટલ મળી આવી હતી.

આ બનાવમાં કાર માંથી મળી આવેલા વિઠ્ઠલ કરસનભાઈ રંગાણી રહે.ખોલવડ તા.કામરેજ,વિજય રાવજીભાઈ ભુવા રહે.મોટા વરાછા સુરત અને ઈશ્વર જયંતીભાઈ રાદડિયા રહે.કાપોદ્રા સુરત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.તેમની પૂછપરછ માં બહાર આવેલી હકીકત પ્રમાણે તેઓ કાર લઇ ગોવા તરફ ફરવા ગયા હતા ત્યારે સુરતના તેમના મિત્ર ફાલ્ગુનભાઈ મેથીવાલાએ ગોવા ખાતે રહેતા અજય નામના ઈસમ નો સંપર્ક કરાવ્યો હતો અને અજયે કાર માં દારૂ ભરી આપ્યો હતો અને સુરત ખાતે જે વ્યક્તિ ઓર્ડર આપે તેને આ દારૂ આપવાના હતા.

પોલીસે 2,16,000 નો કિંમતનો દારૂ,200,000 ની કાર આરોપીઓ પાસેથી મળી આવેલ રોકડા 5760 અને છ મોબાઈલ મળી કુલ 4,59,860 નો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને ફાલ્ગુન અને જાય ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...