તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:શિરપુરથી RTPCR ટેસ્ટ વિના સુરત આવતી 2 લકઝરી પકડાઈ

સોનગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોનગઢ ચેકપોસ્ટ પાસે રાત્રે બસ ગુજરાતમાં પ્રવેશી રહી હતી
  • લક્ઝરી બસના માલિક, ડ્રાઈવર સહિત 5 સામે ગુનો દાખલ

મહારાષ્ટ્ર રાજ્યમાંથી મુસાફરો બેસાડી સુરત તરફ જતી બે લક્ઝરી બસને મોડી રાત્રિના 3 વાગ્યે સોનગઢ ચેકપોસ્ટ પાસે પોલીસે અટકાવી તપાસ કરતા મુસાફરોના RTPCR ટેસ્ટ રિપોર્ટ વિના જ ગુજરાતમાં ઘુસાડવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને લક્ઝરીના ચાલક અને ટ્રાવેલ્સના માલિક મળી 5 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

સોનગઢ પોલીસ સ્ટાફના જવાનો શનિવારે રાત્રે ગામના પાદરે આવેલી ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે રાત્રે 3 વાગ્યે મહારાષ્ટ્રથી આવતી બે લક્ઝરી બસ નજરે પડતા અટકાવી તપાસ કરતા એક લક્ઝરીમાં 30 જયારે બીજીમાં 27 મુસાફર શિરપુરથી બેસાડાયા હતા અને સુરત તરફ લઇ જવાતા હતા.

આ મુસાફરોએ યોગ્ય રીતે માસ્કનો ઉપયોગ કર્યો ન હતો અને તેઓ પાસે ગુજરાતમાં પ્રવેશ માટે જરૂરી RTPCR ટેસ્ટના રિપોર્ટ પણ મળી આવ્યા ન હતા. પોલીસે શ્રી હરિ ટ્રાવેલ્સની બસ નં.GJ-19-U-3442 અને GJ-26-T-5314 ના ચાલક અને સાથીદાર તુષાર નિંબા ધોબી (રહે.સિંદખેડા,જિ.ધુલીયા), દીપક પ્રકાશ માળી (રહે.શિરપુર જિ.ધુલીયા), વિરેન્દ્ર કિશોર સોનવણે (રહે.ચોપડા જિ.જલગાંવ) અને કીર્તિધર સંજય પાટીલ (રહે.નીલગીરી સર્કલ, સુરત) તથા લક્ઝરી બસના માલિક અનિલ સાહેબરાવ મહાજન (રહે.આસપાસ નગર, લીંબાયત) સામે મુસાફરો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવા બાબતે અને RTPCR ટેસ્ટ વિના મુસાફરોને ગેરકાયદે ગુજરાતમાં ઘુસાડવા સંદર્ભે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...