તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:માંડળ ટોલનાકા પાસે 12 ભેંસ ભરેલી ટ્રક સાથે 2 પકડાયા

સોનગઢ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અધિકારીની પરવાનગી વિના ભેંસ મહારાષ્ટ્ર લઈ જવાતી હતી

સોનગઢના માંડળ ગામના ટોલનાકા પાસેથી સોનગઢ પોલીસે બાતમીના આધારે એક ટ્રક અટકાવી તપાસ કરતા તેમાંથી 12 ભેંસ મળી આવી હતી. આ અંગે ચાલક પાસે કોઈ પણ જાતની પરવાનગી ન હોય પોલીસે ભેંસો અને ટ્રક સીઝ કરી બે ઈસમોની અટક કરી હતી.તાપી પોલીસ કન્ટ્રોલ રૂમ પર જીવદયાના કાર્ય સાથે સંકળાયેલા યુવકે એક ટ્રકમાં ખીચોખીચ સ્થિતિમાં ભરી ભેંસો લઈ જવામાં આવતી હોવાની વિગત આપી હતી. આ સંદર્ભે કન્ટ્રોલરૂમમાંથી સોનગઢ પોલીસને વર્દી આપવામાં આવતા પોલીસે હાઇવે પર આવેલા માંડળ ગામના ટોલનાકા પર વોચ ગોઠવવામાં આવી હતી.

દરમિયાન બુધવારે વહેલી સવારે 7.30 કલાકના અરસામાં બાતમી પ્રમાણેની ટ્રક નંબર GJ-24-V-5655 આવતા એને અટકાવવામાં આવી હતી અને તપાસ કરાતા એમાં ખીચોખીચ સ્થિતિમાં ચારા પાણીની સગવડ વિના ભરવામાં આવેલી 12 ભેંસ મળી આવી હતી. ટ્રકમાંથી મળી આવેલા ચાલક ભીખા ખાં મહોમદ રહીનખા અને સિકંદર સુભાન આલિસર રહે. બન્ને. નનસાડ તા.કામરેજની અટક કરી પૂછપરછ કરવામાં આવતા આ ભેંસો નનસાડ ગામથી ભરી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવતી હતી.

આ ભેંસોના વાહતુક માટે સક્ષમ અધિકારીની પરવાનગી પણ લેવામાં આવી ન હતી. સોનગઢ પોલીસે ટ્રકમાંથી મળી આવેલી 12 ભેંસ કિંમત 1,20,000 અને ટ્રક કે જેની કિંમત 8,50,000 મળી કુલ 9,70,000 નો મુદ્દામાલ સીઝ કરી આગળની તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો