કાર્યવાહી:સોનગઢ-ઉકાઈમાંથી 96 હજારના દારૂના જથ્થો સાથે 2 કાર પકડાઇ

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે આરોપી પકડાયા અને બે વોન્ટેડ

સોનગઢ અને ઉકાઈ પોલીસ મથક ની હદ માંથી પોલીસે બાતમીના આધારે બે કાર અટકાવી તેમાંથી રૂપિયા 96,000 ની કિંમત નો વિદેશી દારૂ નો જથ્થો કબ્જે કર્યો હતો. ઉકાઈ પોલીસ મથક ની હદમાં આવેલા ગુણસદા ત્રણ રસ્તા પાસે પોલીસે ચૂંટણી ને અનુલક્ષી ને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.દરમિયાન મોડી રાત્રીના 10.30 કલાકે સોનગઢ તરફ થી આવતી એક કાર નંબર GJ-05-JS-1905 ને અટકાવવા નો પ્રયાસ કરતાં ચાલક કાર લઈ નાસી ગયો હતો. આ અંગે માંડવી રોડ પર લીંબી ગામ નજીક આવેલા હિંદુસ્તાન પૂલ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફ ને જાણ કરવામાં આવતાં રસ્તા પર બેરિકેટ મૂકી રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો અને ત્યાંથી આ કાર મળી આવી હતી.તપાસ દરમિયાન આ કાર માંથી રાહુલ કૈલાસ પવાર રહે. નંદનવન સોસાયટી,સોનગઢ મળી આવ્યો હતો જ્યારે લક્કડકોટ નો ડિકો નામનો ઈસમ નાસી ગયો હતો.પોલીસે કાર માંથી 84,000 ની કિંમત નો વિદેશી દારૂ કબ્જે લઈ કુલ 2,84,000 ની કિંમત નો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને ડિકા ને વોન્ટેડ જાહેર કર્યો હતો. બીજા બનાવમાં પોલીસે બાતમીના આધારે હાઇવે પર આવેલા પોખરણ ગામના પાટિયા પાસેથી એક કાર નંબર GJ-05-CJ-9879 ને અટકાવી તપાસ કરતાં તેમાંથી રૂપિયા 12,000 ની કિંમત નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.આ અંગે કાર ચાલક કેતન જે દેસાઈ રહે.છાપરાભાટા રોડ સુરત ની અટક કરવામાં આવી હતી અને વિપુલ ઉર્ફે ઘોડો રહે.લક્કડકોટ તા.નવાપુર ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...