તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્ડફ્લુની દસ્તક:ઉચ્છલના પોલ્ટ્રીફાર્મમાં 17 હજાર મરઘીનો નાશ કરાશે, 6 સેમ્પલ ભોપાલ મોકલાયા હતા, જેમાંથી 2નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

સોનગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના નવાપુર ખાતે પોલ્ટ્રીફાર્મમાં મરઘીમાં બર્ડફલૂ ફેલાતા નજીકના ઉચ્છલના 1 પૉલ્ટ્રીફાર્મમાંથી 6 મરઘીના સેમ્પલ ભોપાલ મોકલાયા હતા. જે પૈકી 2માં બર્ડફલૂ પોઝિટિવ રિપોર્ટ આવતા મંગળવારથી મરઘી અને ઈંડાનો નાશ કરાશે.

ઉચ્છલના નેશનલ પોલ્ટ્રીફાર્મમાં 17,000 મરઘી છે અને ત્યાં ગત શુક્રવારથી ઉચ્છલ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી ફાર્મમાંથી ઈંડાં કે મરઘી બહાર કાઢવા પર પ્રતિબંધ છે. સંભવત: મંગળવારથી તંત્ર મરઘીને કિલિંગ કરવાનું ઓપરેશન શરૂ કરશે. ઉચ્છલના કુલ 4 પૉલ્ટ્રીફાર્મ પૈકી 2 હાલમાં ખાલી છે અને 2માં પક્ષીઓ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે નેશનલ ફાર્મ સિવાયના અન્ય ફાર્મમાં પણ તપાસ શરૂ કરાઈ છે.

આ અંગે તાપીના જિલ્લા પશુપાલન નિરીક્ષક અક્ષય શાહે કહ્યું કે, ઉચ્છલના નેશનલ પૉલ્ટ્રીફાર્મમાંથી ગત 13મી એ 6 સેમ્પલ બર્ડફલુની તપાસ અર્થે લેબમાં મોકલ્યા હતા જેમાં 2 પોઝિટિવ હોવાનો રિપોર્ટ સોમવારે આવ્યો છે. જેથી ડાયરેકટરને જાણ કરાતા ત્યાંથી પશુપાલન વિભાગનો સ્ટાફ અને સક્ષમ અધિકારીઓ ઉચ્છલ પહોંચી રહ્યા છે. એકાદ દિવસ બાદ પૉલ્ટ્રીફાર્મના મરઘાનો નાશ કરાશે.અગાઉ વર્ષ 2006માં પણ નવાપુરથી ઉચ્છલમાં બર્ડફ્લુ પ્રસર્યો હતો. ત્યારે હાલમાં ફરી એક વાર રાજ્યમાં પ્રથમ વાર મરઘીમાં બર્ડફલુના કેસ ઉચ્છલમાં જોવા મળ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો