તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:બર્ડ ફ્લૂને લઇ ઉચ્છલમાં 2 દિવસમાં 17 હજાર મરઘાનું કિલિંગ કરી દાટી દેવાયા

સોનગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફાર્મમાં રહેલ 52,000 ઈંડા અને 24,800 કિલો ફીડનો પણ નિકાલ કરાયો

ઉચ્છલ ખાતે આવેલા એક પોલટ્રી ફાર્મમાં રાખવામાં આવેલી મરઘીઓમાં બર્ડફ્લૂના લક્ષણો મળી આવતા મંગળવાર સાંજથી ફાર્મમાં રાખવામાં આવેલ મરઘીઓ, ઈંડા અને મરઘીના ખોરાકનો નાશ કરી ખાડો ખોદી દાટી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.ઉચ્છલ ખાતે મંગળવારે સાંજે શરૂ થયેલી મરઘીઓના કિલિંગની કામગીરીમાં પશુપાલન વિભાગના જુદા જુદા જિલ્લાના કર્મચારીઓની કુલ 17 જેટલી ટીમો જોડાઈ હતી. ગાંધીનગરથી આવેલા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ફાર્મમાં રાખવામાં આવેલી મરઘી, ઈંડા અને ફીડનો નાશ કરવાની કામગીરી શરૂ થઈ હતી.

મંગળવારે કુલ 10145 મરઘી જ્યારે બુધવારે વધુ 7,000 મળી બે દિવસમાં કુલ 17,145 જેટલી મરઘીઓનું કિલિંગ કરી એને ખાડો ખોદી દાટી દેવામાં આવી હતી. આ સાથે જ ફાર્મમાં રહેલા અંદાજીત 52,000 જેટલા ઈંડા અને 24,800 કિલો જેટલો મરઘીના ખોરાકનો પણ નાશ કરી એ પણ ખાડામાં નાખવામાં આવ્યા હતા. બુધવારના દિવસના અંતે ઉચ્છલ ખાતે આવેલ આ પોલટ્રીફાર્મમાં મરઘીઓના કિલિંગ સહિતની મહત્તમ કામગીરી પુરી કરી દેવાઇ હતી.

ગુરુવારે ફાર્મ નજીકના ફળિયામાં કામગીરી થશે
બુધવાર સાંજ સુધીમાં ઉચ્છલ ખાતે આવેલ પોલટ્રીફાર્મમાં જરૂરી કામગીરી પૈકીની નેવું ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુરુવારના દિવસે ફાર્મની આસપાસ આવેલા ફળિયામાં રહેતા ખાનગી લોકો પાસેની અંદાજીત 200 જેટલી મરઘીના કિલિંગ કરવા સહિતની કામગીરી કરવામાં આવનાર છે. - અક્ષય શાહ, પશુ નિરીક્ષક, તાપી, વ્યારા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો