ક્રાઇમ:શાકભાજીના કેરેટની આડમાં લઇ જવાતો 1.08 લાખનો દારૂ ઝડપાયો

સોનગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતના વરાછા રોડ પર રહેતા ઈસમે દારૂ ભરાવ્યો હતો

સોનગઢ વ્યારા હાઇવે પર માંડળ ગામના ટોલનાકા પાસે થી જિલ્લા પોલીસે બાતમી ના આધારે એક ટેમ્પો અટકાવી તેમાંથી રૂપિયા 1,00,800 ની કિંમત નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી લીધો હતો.આ બનાવમાં ટેમ્પો ચાલક ની અટક કરવામાં આવી હતી જ્યારે એક ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

મળેલી વિગત પ્રમાણે પોલીસ સ્ટાફ સોનગઢ તરફ પેટ્રોલિંગ માં હતો ત્યારે બાતમી મળી હતી કે નવાપુર તરફ થી આવતો એક ટાટા ટેમ્પો નંબર GJ-05-V-3983 નો ચાલક પોતાના ટેમ્પો માં વિદેશી દારૂ ભરી સુરત તરફ જવાનો છે. આ બાતમી આધારે પોલીસે માંડળ ગામ ના ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી અને બાતમી પ્રમાણે નો ટેમ્પો આવતાં તેને અટકાવવા માં આવ્યો હતો.

તપાસ દરમિયાન ટેમ્પોમાં ભરેલા પ્લાસ્ટિકના કેરેટ હટાવવામાં આવતાં તેની પાછળ થી વિદેશી દારૂ બિયર ના 1008 ટીન મળી આવ્યા હતા કે જેની કિંમત રૂપિયા 1,00,800 થાય છે. આ ટેમ્પોના ચાલક સની ઉર્ફે સોનુ પુસપેન્દ્ર સિંહ રાજપૂત (રહે.પાંડેસરા સુરત) ની પૂછપરછ કરવામાં આવતાં આ બિયર નો જથ્થા સાથે નો ટેમ્પો નવાપુર ખાતે થી વરાછા ખાતે રહેતા સાગર નામના ઈસમે તેને સોંપ્યો હતો અને સુરત સરદાર માર્કેટ પાસે પહોચ્યા બાદ કોન્ટેક્ટ કરવા જણાવ્યું હતું.

આ બનાવમાં પોલીસે ટેમ્પો,દારૂ નો જથ્થો,એક મોબાઈલ અને પ્લાસ્ટિક ના કેરેટ ના જથ્થા મળી કુલ રૂપિયા 3,08,050 નો જથ્થો સીઝ કરી આરોપી ને અટક કરવાની કાર્યવાહી કરી હતી જ્યારે સાગર ને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...