તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ધમોડી ગામે ઘરમાં સંગ્રહ કરેલી 130 લીટર તાડી સાથે 1 પકડાયો

સોનગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આસપાસના ગામના અન્ય પણ કેટલાક લોકો તાડીના ધંધા સાથે સંકળાયેલા છે

સોનગઢ તાલુકાના ધમોડી ગામથી પોલીસે 130 લીટર તાડી સાથે એક ઇસમની ધરપકડ કરી હતી.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા એલસીબી સ્ટાફના જવાનો બુધવારે સાંજે સોનગઢ ના ધમોડી ગામ તરફ પ્રોહિબિશન અંગે ની રેડ કરવા માટે સરકારી વાહન લઈ નીકળ્યા હતા. એઓ ધમોડીના કોંકણી ફળિયામાં થઇ પસાર થઇ રહ્યા હતા ત્યારે એક ઈસમ પોલીસને નિહાળી પોતાના ઘરે કોઈક વસ્તુ સંતાડવાનો પ્રયાસ કરતો હોવાનું ધ્યાને આવ્યું હતું.

આ જોતા તાપી જિલ્લા એલસીબી પોલીસે પોતાનું વાહન રોકી આ ઇસમના ઘરની તલાશી લેતા એમાં ત્રણ જેટલા પ્લાસ્ટિકના કેરબા અને બરણીમાં ભરેલ ખાટીમીઠી તીવ્ર વાસ સાથેની કુલ 130 લીટર જેટલી તાડીનો જથ્થો મળી આવ્યો હતો. આ તાડીના સંગ્રહ માટે આરોપી ગુલાબ કિશનભાઇ ગામીતે કોઈ પણ પ્રકારની પાસ પરમીટ લીધી ન હતી.

આ બાબતે તાપી જિલ્લા એલસીબીએ કુલ 2600 રૂપિયાની કિંમતનો તાડીનો જથ્થો કબ્જે કરી ગુલાબ ગામીત સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા ગામની આસપાસ આવેલા ગામોમાં અન્ય પણ કેટલાક ઈસમો તાડીના ધંધા સાથે સક્રિય રીતે સંકળાયેલા છે અને મોટા જથ્થામાં તાડીની હેરફેર કરતા હોવાની ચર્ચા પણ છે. ત્યારે સ્થાનિક પોલીસે આ તરફ પણ ધ્યાન આપે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો