તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારીઓ:ગણેશ મહોત્સવના ગણતરીના દિવસો બાકી હોય વ્યારામાં તૈયારીઓ શરૂ

કુકુરમુંડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

નિઝર અને કુકરમુંડા ખાતે કલાકારોએ ગણેશ મહોત્સવમાં ગણતરીના દિવસો બાકી હોવાથી ગણેશજીની પ્રતિમાઓ બનાવા કલાકારોએ ઝડપી કામગીરી શરૂ કરી છે. આ વર્ષે સરકારે મહોત્સવની છૂટછાટ આપતા કલાકારો પ્રતિમાઓ બનાવાની કામગીરી શરૂ કરી છે.

ગત વર્ષે કોરોના સંક્રમણને લઈ ગણેશ ઉત્સવની ઉજવણી કરી શકાયી ન હતી. આ વર્ષે કોરોના કહેર ઓછો થતા નિઝર કુકરમુંડા ખાતે કલાકારોએ ગણેશ મહોત્સવના દિવસો નજીક આવતા ભગવાન ગણેશજીની રંગબેરગી નાની મોટી પ્રતિમાઓ બનાવામાં આવી રહી છે. નિઝર અનેં કુકરમુંડા બજાર પટ્ટાનું ગામ હોવાથી અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને હોવાથી મહારાષ્ટ્રના ગામડાના લોકો બજાર કરવા કે અન્ય કામકાજ અર્થે આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...