તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:વનમહોત્સવ પર્યાવરણને સમતોલ કરવાનો સંદેશો લઈને આવ્યો છે

નિઝરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાપી જિલ્લામાં નિઝર ખાતે 71માં વનમહોત્સવની ઉજવણી, ચાલુ વર્ષે 1319 હેક્ટરમાં વાવેતર

ડો.આંબેડકર અત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઈ ગેડીયાની અધ્યક્ષતામાં તાપી જિલ્લામાં નિઝર ખાતે 71માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ઉદબોધન કરતા ગેડીયાએ જણાવ્યું હતુ કે, પર્યાવરણીય સમતુલા જાળવવા તથા માનવસૃષ્ટિની જરૂરિયાતો વન્ય સંપદાઓથી સંતોષાય છે. પરંતુ ઘટતો જતો વનવિસ્તાર પર્યાવરણ જાળવણી માટે ચિંતાનું કારણ છે. વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ યોજના હેઠળ વધુમાં વધુ વૃક્ષો ઉછેરી વનસંપદા વધારવાના સઘન પ્રયાસો કરી ભાવિ પેઢીને સમૃદ્ધ વનવારસો આપવા રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ વન મહોત્સવનું આયોજન કરી લોકોની ભાગીદારી વધે તે માટે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યા છે.

“ગ્રીન ગુજરાત-સ્વચ્છ ગુજરાત“ના સંકલ્પ સાથે આગળ વધારી રહ્યા છે
આ વનમહોત્સવ પર્યાવરણને સમતોલ કરવાનો સંદેશો લઈને આવ્યો છે. ત્યારે લોક્ભાગીદારીથી વધુમાંવધુ વન ઉભા થાય તેવુ સઘન આયોજન કરી ભાવિ પેઢીને તંદુરસ્તીનો સમૃધ્ધ વારસો આપીએ. આ પ્રસંગે વધુમાં 1950મા સ્વ. કનૈયાલાલ મુન્શી દ્વારા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વન મહોત્સવને સામાજીક અભિગમ સાથે જોડવાનું કામ રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતુ જેને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના “ગ્રીન ગુજરાત-સ્વચ્છ ગુજરાત“ના સંકલ્પ સાથે આગળ વધારી રહ્યા છે.

વ્યારા વન વિભાગ દ્વારા ચાલુ વર્ષે 1319 હેક્ટરમાં 9.37 લાખ રોપાનું વાવેતર
કલેકટર આર. જે. હાલાણીએ જણાવ્યું હતુ કે, તાપી જિલ્લામાં દર વર્ષે લોકો સહર્ષ ભાગીદાર બની વનમહોત્સવની ઉજવણી થાય છે. આ વર્ષે કોવિડ 19ના સંક્રમણને ધ્યાને લઈને સાદગીથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે તાપી જિલ્લામાં હયાત 28 ટકા વન વિસ્તામાં વધારો થાય તે દિશામાં વધુ પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયુ હતુ તથા સ્થાનિક લોકો માટે રોપા વિતરણના રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાને વન સંપદાથી સમૃધ્ધ બનાવા માટે વ્યારા વન વિભાગ દ્વારા ચાલુ વર્ષે 1319 હેક્ટરમાં 9.37 લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...