અલગ અનુભૂતિ:લક્ષ્મીખેડામાં 2 નદીના સંગમ સ્થળની જગ્યામાં ઉકાઈ જળાશયના પાણીનો ફુગારો બન્યો બેટ

નિઝર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 ગામના પરિવાર માછીમારી માટે ઉપયોગ કરે છે
  • નિઝર તાલુકાના લક્ષ્મીખેડા, બોરદા, જૂની ભીલ ભવાલી, નવલપુર ગામના લોકો, તેમજ નજીકમાં મહારાષ્ટ્ર બોર્ડર હોવાથી તેના ધનોરા, અને જોગનીપાડા ગામના લોકો આ વિસ્તારમાં માછીમારી કરવા આવે છે.

નિઝર તાલુકાના લક્ષ્મીખેડાના પુલની એક બાજુ બોરદા તરફથી લાંકા નદી અને માંગલાં નદીનું સંગમ થાય છે, અને પુલની બીજી બાજુ ઉકાઈ જળાશયનું ફુગારાનું પાણીનું મોટું સરોવર બન્યું છે. જોકે 6 માસ સુધી બે નદીનું સંગમ સ્થળ પાણીના ભરાવાથી દેખાતું જ નથી. પાણી ઉતર્યા બાદ બે નદીના દર્શન થાય છે. પુલની બીજી તરફ તાપી નદી 5 કિમી દૂર છે. જેથી જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ દેખાય છે. આ પાણીની વચ્ચે રહેલી ખૂલ્લી જગ્યા નાના ટાપુ સમાન ભાસી રહી છે.

અત્રેનું બીચ જેવું દ્રશ્ય કંઈક અલગ અનુભૂતિ કરાવે છે. આ બેટ પર તાલુકાના 4 ગામ અને મહારાષ્ટ્રના 2 ગામમાંથી જમીન વિહોણા 30 ટકા લોકો માછીમારી કરવા આવતા હોય છે. દિવસ દરમિયાન માછીમારી કરતા આ પરિવારોના સભ્યો આ ટાપુ જેવી જગ્યામાં જ રસોઈ બનાવીને સાથે બેસી જમતા હોય છે,ઉપરાંત પકડેલી માછલીઓ અહીં ખાલી કરી, ફરી પકડવા જવાનો સિલસિલો દિવસ દરમિયાન ચાલતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...