તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડો:ભૂમાફિયાઓને નાથવા નિઝર તાલુકામાં 25 રેતીના સ્ટોકની ભૂસ્તર વિભાગે કરી માપણી

નિઝર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
નિઝર વિસ્તારમાં આવેલા 25 જેટલા રેતી ખનિજના સ્ટોકની ભૂસ્તર વિભાગની ટીમે કરી માપણી. - Divya Bhaskar
નિઝર વિસ્તારમાં આવેલા 25 જેટલા રેતી ખનિજના સ્ટોકની ભૂસ્તર વિભાગની ટીમે કરી માપણી.
  • રેતી ખનનથી મચ્છી મારી કરનારાઓને પણ નુકસાન થઇ રહ્યું છે

નિઝર વિસ્તારમાં તાપી ભૂસ્તર વિભાગે દરોડા પાડી રેતી ખનીજ ખનન કરતા લોકો પર તવાઈ બોલાવી છે. આ ભૂસ્તર વિભાગના દરોડાથી ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા ત્રણ દિવસથી રેતીના સ્ટોક ધારકો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આજરોજ તાપી ભૂસ્તર વિભાગે નિઝર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને 25 જેટલા રેતી ખનિજના સ્ટોકની ભૂસ્તર વિભાગની ટીમે માપણી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.ભૂસ્તર વિભાગે દરોડા પાડી જીપીએસની મદદ લઇ આ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે રેતી માફિયાઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. સાથે જ આ દરોડા દરમિયાન હાલ તો લાખોની રોયલ્ટી ચોરી પકડાવાની આશંકા સેવાઈ રહી છે.

ટ્રકથી રસ્તા પણ બિસ્માર
નિઝર કુકરમુંડા તાલુકામાંથી વહેતી તાપી નદીમાં કુદરતી સંપતિનો ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહી છે, જ્યારે આ રેતીની લીઝથી મચ્છીમારી કરતા ગરીબ લોકોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે. તેમજ ઓવરલોડ ટ્રકોથી રસ્તા પણ બિસ્માર બન્યા છે.ત્યારે આ પ્રકારની રેતી ખનન કરતા લોકોને અટકાવવા ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહી હાલના સંજોગે જરૂરી બની છે.

રેતીની આંતર રાજ્ય હેરાફેરી
તાપીમાં પુષ્કળ પ્રમાણમાં રેતી ખનીજ સંપતિ આવેલી છે. રેતી માફીયા દ્વારા રાત-દિવસ રેતીની લૂંટ કરવામાં આવતા મોટા પ્રમાણમાં કુદરતી સંપત્તિની નાશ થઈ રહ્યો છે. જ્યારે રેતી માફીયાઓ દ્વારા રેતીખનન કરી ગુજરાત બહાર આંતર રાજ્યમાં હેરાફેરી કરી રહ્યા છે. જેનાથી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...