લોકડાઉન:બાલ્દાની જમીનમાં થયેલા દબાણ દૂર કરવા રજૂઆત, બીટીએસ દ્વારા તંત્રને આવેદન

નિઝર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુકરમુંડા તાલુકાના ગામે ગામઠાણની  જમીનમાં બિન અધિકૃત રીતે કરેલ દબાણ દૂર કરી કાયદાકીય રીતે  નિકાલ લાવવા અને આદિવાસી પરિવારોને રહેઠાણ માટે નવા પ્લોટ ફાળવવા માટે ગત તારીખ 23/10/2019 ના રોજ બાલ્દા ગામના આદિવાસી સમાજ દ્વારા જંગી રેલી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.  પ્રશાસન દ્વારા ત્રણ મહિનામાં દબાણ કરેલ જમીન ખાલી કરી અને નવા પ્લોટ ફાળવવા માટે બાહેધરી આપવામાં હતી. પણ પ્રશાસન તરફથી આઠ મહિનાનો સમય વિતી જતા આજદિન સુધી  કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. અને દબાણકારો દ્વારા કોરોનાની મહામારીમાં  દબાણ વાડી જમીનમાં ફેન્સિગ( કમ્પાઉન્ડ)નું કામ ચાલું કર્યું છે. પણ જ્યાં સુધી દબાણ વાડી જમીનનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કંપાઉન્ડનું કામ સ્થગીત કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. જે અંગે બીટીએસ દ્વારા તંત્રને આવેદન આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...