તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:સાપુતારા, નિઝર - કુકરમુંડામાં માવઠું, ખેતરમાં પાકને નુકસાન

નિઝર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અચાનક વાતાવરણમાં પલટો આવતા નિઝર અને કુકરમુંડામાં ઝરમર વરસાદ પડતા લોકોએ ગરમી અને બફારામાંથી રાહત અનુભવી હતી. - Divya Bhaskar
અચાનક વાતાવરણમાં પલટો આવતા નિઝર અને કુકરમુંડામાં ઝરમર વરસાદ પડતા લોકોએ ગરમી અને બફારામાંથી રાહત અનુભવી હતી.
  • કમોસમી વરસાદથી ગરમી અને ઉકળાટમાંથી લોકોને હાશકારો

સાપુતારા, નિઝર- કુકરમુંડા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા સાથે ઝરમર કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલાં વરસાદથી લોકોએ ગરમી અને ઉકળાટથી હાશકારો અનુભવ્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાય રહ્યું હતું. જેના લીધે ખૂબ જ ગરમી અને ઉકળાટ અનુભવાય રહ્યો હતો. આ ગરમીથી લોકો બીમાર પણ પડી રહ્યા હતા. ઠંડા પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ પડતા શેરડીના પાકને નુકશાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...