તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:નિઝર જૂથ પાણી પુરવઠાની બોરદાથી નિઝર સુધી મેઇન પાઇપ લાઈનમાં અનેક લિકેજ

નિઝર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
નિઝર તાલુકામાં મેન પાઇપલાઈનમાં ઠેર ઠેર લિકેજ થતાં પાણીનો બગાડ . - Divya Bhaskar
નિઝર તાલુકામાં મેન પાઇપલાઈનમાં ઠેર ઠેર લિકેજ થતાં પાણીનો બગાડ .
 • પાઇપલાઈન બદલવાની કામગીરી હાથ ધરે તેવી લોકો માંગ કરી રહ્યા છે

નિઝર તાલુકાના વેલદાથી બોરદા ગામ સુધી દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠાની મેઇન પાઇપ લાઇનમાં ઠેર ઠેર ભંગાણ થતાં પાણીનો બગાડ થઈ રહ્યો છે. તેમજ ગામડાના લોકો અશુદ્ધ પાણી પીવા મજબૂર બન્યા છે. જેથી જવાબદાર તંત્ર જૂની પાઇપ લાઇનની જગ્યાએ નવી લાઈનની કામગીરી હાથધરે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

નિઝર અને બોરદા વચ્ચેની પાઈપલાઈનોમાં ઠેર ઠેર લિકેજ જોવા મળી રહ્યું છે. નિઝર તાલુકાના પાણી પુરવઠાના મુખ્ય હેડ વર્કસ વેલ્દા ખાતે આવેલ છે અને આ પાણી પુરવઠા યોજના થકી ગામે ગામ પાણી પોંહચાડવા માટે મેઇન પાઇપ લાઈન કરવામાં આવેલ છે. તે લાઈનમાં ઘણી જગ્યાએ ડેમેજ હોવાથી રસ્તાની બાજુમાં તેમજ ખેતરોમાં પાણી વેડફાઇ જતાં અનેક જગ્યાએ પાણી પાણી જોવા મળે છે. જેના લીધે ગામના લોકોને આ યોજનાનો પૂરતો લાભ મળી નથી રહ્યો.

નિઝર તાલુકાના ગામડે ગામડે પાણી પુરવઠા યોજના હેઠળ પાણી ટાંકીઓ બની છે. જેમાં અમુક ગામની પાણીની ટાંકીમાં તો પાણી પહોંચતુ જ નથી, જેના લીધે ગામડાઓમાં જરૂરિયાત પૂરતું પાણી ન પહોંચતા લોકો પાણી માટે વલખાં મારે છે અને મજબૂરીમાં હેન્ડ પંપનું પાણી પીવા મજબૂર બનતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો