તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મોરંબા ગામની સીમમાં ખેતીવાડી લાઈનના વીજ થાંભલા ઝૂલતા મિનારા

નિઝર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ કર્મચારીઓને જાણ કરતા આજે થઇ જશે કાલે થઇ જશે એવા જવાબો મળી રહ્યા છે

કુકરમુંડા તાલુકાના મોરંબા ગામની સીમમાં ખેતીવાડી લાઈનના થાંભલા ઝૂલા ખાતો ખેડૂતોમાં ભય,અનેકવાર ખેડૂતો દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા જવાબદાર તંત્રે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી.જેથી તાત્કાલિક ધોરણે પ્રિ-મોન્સૂન હેઠળ સમારકામ કરવામાં આવે એવી માંગ ખેડૂતોએ કરી છે. કુકરમુંડા અને નિઝર તાલુકામાં બે દિવસથી વાવાઝોડા સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે આ વરસાદથી અનેક જગ્યાએ વીજપોલ નમી ગયેલા જોવા મળી રહ્યા છે. કુકરમુંડા તાલુકાના મોરંબા ગામની સીમમાં આવેલ ખેતીવાડી લાઇનના થાંભલા નમી જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

હાલમાં ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે અને ખેડૂતોએ કપાસનું મોંઘું બિયારણ લાવીને ખેતરમાં વાવી રહ્યા છે. વાવ્યા બાદ ખેતરમાં સિંચાઈ માટે વીજ પુરવઠો ખૂબ જ જરૂરી હોય છે. એવા સમયમાં વીજ પુરવઠો સમયસર ન મળતાં. ખેડૂતોનું બિયારણ ખરાબ થાય તો જવાબદારી કોની? આવા સમયમાં મોંઘુ બિયારણ મળતાં બિયારણનું બગાડ થાય તો ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે. માટે ખેતીવાડી લાઇનની ખૂબ જ જરૂર હોય છે. એવામાં કોઈ જાનહાનિ થાય તો તેને મોટી દુર્ઘટના ગણાવી શકાય જેથી ખેડૂત ભાઈઓની વાતને ધ્યાને રાખી કૂકરમુંડા તાલુકાના દરેક ગામમાં આવેલ ખેતીવાડી વીજ લાઈનને પ્રિ મોન્સૂન સમારકામ હેઠળ આવરી લેવામાં આવે એવી માંગ ખેડૂત પુત્રો કરી રહ્યા છે.

થાંભલા નમવાની સમસ્યા તો છેલ્લા એક વર્ષથી છે
આ બાબતે ખેડૂત પુત્ર એવા ચેતનભાઈએ રૂબરૂમાં જણાવ્યું હતું કે ,થાંભલા નમવાની સમસ્યા તો છેલ્લા એક વર્ષથી છે. પરંતુ કોઈ સમારકામ કરવા માટે આવતું નથી અમે ટેલિફોનિક રીતે વાયરમેનને સંપર્ક કરતા હોઈએ છીએ તો જવાબ મળે છે. આજે થઈ જશે કાલે થઈ જશે પરંતુ આનું કાયમી ધોરણે કોઈ નિકાલ આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...