તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાના મનામણાં:નિઝરમાં અનેક મહિલાઓ માથે બેડું લઇ દેવોને જળ અર્પણ કરવા નીકળી

નિઝર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના નિઝર તાલુકામા આવેલ આડદા.ખોડદા.નેવાળા.કાવઠા. આડદા આશ્રમ ફળિયું.બોરદા.સાયલા તેમજ અનેક ગામના લોકોએ આજ રોજ કામકાજ બંધ કરીને લાંબ સમય થી મેધરાજાના વિરામ હોય જે વહેલી તકે મેધરાજાનું આગમન થાય. તે માટે ગામઓના લોકો ઢોલ, તાંસા, જેવા વાજીન્ત્ર વગાડીને નાચતા ગાતા તેમજ ગામની ગૃહુણી અને નાના ની નાની બાળકીઓ બેડામા પાણી ભરીને અંદર લીમડાના ડાળખીઓ મૂકી માથે બેડું લઈને આદિવાસી ભાષામા મેધરાજાના ગીતો ગાતી ગાતી ગામની સિમમા આવેલ હનુમાન દાદાના મંદિરે અને હિવર્યા દેવને ત્યાં જોઈ ને પાણી ચઢાવીને મેધરાજાનું આગમન વહેલુ થાય તે માટે પુજા અર્ચના કરાઇ હતી.

આદિવસી સમાજની પરંપરાગત પૂજા
આડદા ગામના પુજારી નરપત મહારાજે જણાવ્યુ હતુ કે, અમારા આદિવાસી સમાજ વડિલો દ્વારા ચાલી આવતી પરંપરા ગત રીતે અમે મેધરાજાના આગમન માટે પુજા કરી રહયા છે. નેવાળા ગામની તૃપ્તિબેન બકુલભાઈએ જણાવ્યુ હતું કે આજે અમે રિસાયેલા મેધરાજાને રિઝવવા માટે બેડામા પાણી ભરી દેવોને અર્પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...